મોરબીમાં સગીરા સાથે શારીરિક છેડતી બાદ હવસખોરે શરીરસુખ માણ્યું, બદનામીના ડરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

હાલમાં પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા તેની દાદીની સાથે રહેતી હતી, તેની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે મૃતક સગીરાનો ભાઈ જોઈ ગયો હતો.

મોરબીમાં સગીરા સાથે શારીરિક છેડતી બાદ હવસખોરે શરીરસુખ માણ્યું, બદનામીના ડરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

હિમાંશું ભટ્ટ/મોરબી: વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબતી સમાન કિસ્સાઓ સામે આવતા હોય છે, આવો જ એક કિસ્સો મોરબી જીલ્લામાં સામે આવેલ છે. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી તે સગીરાએ આપઘાત કરી લીધો હતો જે ગુનામાં આરોપીની ધરપકડ કરીને હાલમાં પોલીસે તેને જેલ હવાલે કરેલ છે. 

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે શારીરિક છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ તે સગીરા જો આ અંગેની કોઈને વાત કરશે તો તેને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કરેલ હતો. જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈને ગયા હતા. જેમાં ભોગ બનેલ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી મૃતક સગીરાની દાદીની ફરિયાદ લઈને પોલીસે આરોપી રોશન જાદવજીભાઈ દેવીપુજકની ધરપકડ કરી હતી. 

હાલમાં પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા તેની દાદીની સાથે રહેતી હતી, તેની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે મૃતક સગીરાનો ભાઈ જોઈ ગયો હતો અને જતાં જતાં આરોપીએ સગીરાને બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી કરીને તેને અંતિમ પગલું ભર્યું હતું. જેથી કરીને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તાત્કાલિક મૃતક સગીરાના દાદીની ફરિયાદ લઈને આરોપી રોશન જાદવજીભાઈ દેવીપુજક (22)ની ધરપકડને તેને મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

સમાજમાં રોજબરોજ જે રીતના બનાવો સામે આવી રહ્યા છે, તે જોતાં સો ટકા મહિલાની સલામતી સહિતના પ્ર્શનો ઊભા થાય તેમાં સંકાને કોઈ સ્થાન નથી અને હાલમાં આ ઘટનાના આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે. જો કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેના માટે દરેક વાલીઓએ ચિંતન કરવાની જરૂર છે, તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news