લાલ કલરમાં લોન્ચ થશે OnePlus 11R Solar Red 5G, 18GB રેમ, એક સાથે ચલાવી શકશો 50 એપ્સ
OnePlus 11R સોલર રેડ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ માટે તૈયાર છે. આ ફોનને 7 ઓક્ટોબરે ભારતીય માર્કેટમાં ઉતારવામાં આવશે. ચાલો જાણીએ આ ફોનના દરેક ફીચર્સ અને અન્ય ડિટેલ્સ.
Trending Photos
નવી દિલ્હીઃ OnePlus 11R Solar Red 5G ને માર્કેટમાં જલ્દી લોન્ચ કરવામાં આવશે. આ ફોન 7 ઓક્ટોબરે લોન્ચ થવાનો છે. લોન્ચ પહેલા તેના ઘણા ફીચર્સ લીક થઈ ગયા છે. લીક્સ અનુસાર આ ફોનને 18જીબી રેમ સાથે લોન્ચ કરવામાં આવશે. ફોન રેડ કલરમાં આવશે. તે માટે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર એક લેન્ડિંગ પેજ બનાવવામાં આવ્યું છે. અહીં પર Notify Me નું એક બટન હાજર છે. જે અહીં ક્લિક કરશે તેને ફોન લોન્ચ થવા પર OnePlus થી એક એલર્ટ મળશે.
રિપોર્ટ્સ પ્રમાણે OnePlus 11R 5G Solar Red માં 18 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ આપી શકાય છે. આ સાથે તે ફોન ખુબ દમદાર બની જશે. નોંધનીય છે કે ફોનનું લોન્ચિંગ ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ અને એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલની સાથે થશે.
OnePlus 11R Solar Red: ફીચર્સ
OnePlus 11R Solar Red લેધર બેક ફિનિશની સાથે આવશે. સાથે તેમાં સ્નેપડ્રેગન 8+ ઝેન 1 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવશે. 18GB LPDDR5X રેમ અને 512GB સાથે ફોન દમદાર ચાલશે. OnePlus નો દાવો છે કે આટલી રેમની સાથે 50 એપ્સ સરળતાથી ચલાવી શકાશે. OnePlus નું કહેવું છે કે આ ફોન ગેમિંગ દરમિયાન 59.46 ફ્રેમ પ્રતિ સેકેન્ડની એવરેજ એફપીએસ બનાવી રાખશે.
બેટરીની વાત કરીએ તો ફોન 5000mAh ની બેટરી સાથે આવશે જેમાં 100W SUPERVOOC ચાર્જર મળશે. બ્રાન્ડનો દાવો છે કે ફોન માત્ર 25 મિનિટમાં 0થી 100 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે