કૃષિ કાયદા પર સુરતમાં પાટીલની પત્રકાર પરિષદ, કહ્યું- ખેડૂતોને વિપક્ષ ભડકાવી રહ્યો છે
એક તરફ દિલ્હીમાં કિસાનો આંદોલન કરી રહ્યાં છે, તો બીજીતરફ ભાજપના નેતાઓ વિવિધ જગ્યાએ પત્રકાર પરિષદ યોજીને નવા કૃષિ કાયદાના ફાયદાઓ ગણાવી રહ્યાં છે.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં ગુજરાત પ્રદેશ અધ્ય્ક્ષ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે કૃષિ કાયદાના ફાયદા અંગે દેશમાં ૭૦૦ જેટલા સંમેલન થશે અને ગુજરાતમાં ૧૦ જેટલા સંમેલન થશે. જેમાં ખેડૂતોને આ બિલના ફાયદા જણાવવામાં આવશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે વિપક્ષી પાર્ટી ખેડૂતોને ભ્રામિત કરી આંદોલન ચલાવી રહી છે
બીજેપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કૃષિ બીલના ફાયદા અંગે દેશમાં ૭૦૦ જેટલા સંમેલન થશે અને ગુજરાતમાં ૧૦ જેટલા સંમેલન થશે. જેમાં ખેડૂતોને આ બીલના ફાયદા જણાવવામાં આવશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે માત્ર બે જ રાજ્યોમાં આ ખેડૂત આંદોલન થઇ રહ્યું છે. સૌથી વધુ ખેડૂતોની ઉપજ મધ્ય પ્રદેશ અને ઉતર પ્રદેશમાં છે. જો આ બિલથી નુકશાન થતું હશે તો સૌથી પહેલા આ રાજ્યના ખેડૂતો આંદોલન કરતે. પણ આ રાજ્યના કોઈ પણ ખેડૂતો આંદોલનમાં જોડાયા નથી. આનથી સાબિત થાય છે કે આ આંદોલન પાછળ વિપક્ષી પાર્ટીનો હાથ છે. અને તેઓ જ આંદોલન કરવી રહ્યા છે. ગુજરાતમાં બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે યોજાનારા આ ખેડૂત સંમેલનમાં સુરત, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લાના ખેડૂતો હાજર રહેશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ નક્કર પ્રયાસ કરવામાં આવ્યા નથી. વચેટીયાઓ ને ખેડૂત કરતા વધુ લાભ મળતો હતો. ખેડૂતો ને ભડકાવવાનો પ્રયાસ વિપક્ષ કરી રહ્યા છે. કોંગ્રેસના સમયે ખેડૂતને કોઈ આર્થિક મદદ મળતી નહોતી. પીએમ મોદીએ ખેડૂતના એકાઉન્ટ સુધી રકમ પહોચાડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે