Hardik Patel to join BJP: પાટીદાર નેતા હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે, શું જવાબદારી સોંપાશે? જાણો કેવું હશે રાજકિય ભવિષ્ય

Hardik Patel Will Join BJP: મહત્વનું છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી વિદાય લઈ લીધી અને હવે શુ નવાજૂની કરશે તેના પર સૌની નજર મંડરાયેલી હતી. ત્યારે ZEE 24 કલાક પર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. હાર્દિક પટેલ 02 જૂને ભાજપમાં જોડાઈને કેસરિયો ઓઢશે.

Hardik Patel to join BJP: પાટીદાર નેતા હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે, શું જવાબદારી સોંપાશે? જાણો કેવું હશે રાજકિય ભવિષ્ય

ઝી ન્યૂઝ/અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિક પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તાજેતરમાં જ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી છે અને ઘણા દિવસથી ભાજપમાં જોડાવા અંગે અલગ અલગ અટકળો ચાલી રહી હતી. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે તે અટકળોનો અંત આવ્યો છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તે કન્ફર્મ થઈ ગયું છે. અને હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. સીઆર પાટિલની હાજરીમાં હાર્દિક પટેલ ગાંધીનગરમાં બપોરે 12 વાગે કેસરિયો ધારણ કરશે.

પૂર્વ કોંગી નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે
ચૂંટણી પેહલા કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને તેઓ પણ હાર્દિક પટેલ સાથે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. 2017 વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસમાં ઉમેદવાર હતા. થોડા દિવસો પેહલા રાજભવન ખાતે પીએમ મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી. 

મહત્વનું છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી વિદાય લઈ લીધી અને હવે શુ નવાજૂની કરશે તેના પર સૌની નજર મંડરાયેલી હતી. ત્યારે ZEE 24 કલાક પર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. હાર્દિક પટેલ 02 જૂને ભાજપમાં જોડાઈને કેસરિયો ઓઢશે.

નોંધનીય છે કે, હાર્દિક પટેલ ખુબ જ નાની વયે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કરીને ખુબ નામના મેળવી હતી. ત્યારબાદ તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. બાદમાં સ્થાનિક નેતૃત્વથી કંટાળીને તેણે કોંગ્રેસ છોડી દીધી હતી. તાજેતરમાં હાર્દિક પટેલે ભાજપના કામોને વખાણ્યા છે અને પોતાના રાજીનામામાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ભાજપમાં જોડાવા અંગે ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ આજે કન્ફર્મ થઈ ગયું છે કે  હાર્દિક પટેલ સીઆર પાટિલની હાજરીમાં 2 જૂને કેસરિયો કરશે. 

— ANI (@ANI) May 31, 2022

હાર્દિક પટેલને ભાજપમાં શું જવાબદારી સોંપાશે? 
બીજી બાજુ એવું કહેવાઈ રહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. એટલે ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે. હાર્દિકનું સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભાજપથી રીસાયેલા પાટીદારોને મનાવવા માટે ભાજપે આગામી એક્શન પ્લાન ઘડી લીધો છે અને હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાના તરફેણમાં કરી શકે છે.

જાણો કેવું હશે હાર્દિકનું રાજકિય ભવિષ્ય
પાટીદાર નેતા હાર્દિક પટેલે પાર્ટી છોડ્યાના 14 દિવસમાં જ તે હવે ફરીથી રાજકારણની એક નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. માહિતી મુજબ, હાર્દિકના ભાજપમાં જોડાવાના નિર્ણયને હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. એવામાં હાર્દિક પટેલ 02 જૂને બપોરે 12 વાગે સીઆર પાટિલનો ભાજપનો ખેસ ધારણ કરશે. 

હાર્દિક પટેલે ભાજપના કામોને પ્રશંસા કરી
હાર્દિક કોંગ્રેસ છોડી રામ મંદિર, સીએએ, એનઆરસીનાં વખાણ કર્યા હતા. હાર્દિકનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, સીએએ, એનઆરસી અને જીએસટી જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.

હાર્દિકે સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં ભાજપના કામોનો ઉલ્લેખ
તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે 18મી મેએ સોનિયા ગાંધીને ખુલ્લો પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિક ખૂલીને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યો હતો. હાલમાં જ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા એ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતું. એવામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે મેં પહેલાં પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાના વિરોધમાં જ કામ કરતી આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news