પાટણઃ શેરપુરા ગામમાં તળાવમાં ડૂબી જતા બે પિતરાઇ ભાઈઓના મોત


મૃત્યુ પામનાર એક બાળકની ઉંમર 14 અને એકની 15 વર્ષ છે. 
 

પાટણઃ શેરપુરા ગામમાં તળાવમાં ડૂબી જતા બે પિતરાઇ ભાઈઓના મોત

પાટણઃ સમી તાલુકાના શેરપુરા ગામમાં એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અહીં તળાવમાં ન્હાવા પડેલા બે કિશોરના મોત થયા છે. જયેશ પરમાર (ઉંમર વર્ષ 14) અને રાહુલ પરમાર (ઉંમર વર્ષ 15) બે પિતરાઇ ભાઈના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. બંન્ને બાળકોને ગ્રામજનોએ તળાવમાંથી કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં ડોક્ટરે બંન્નેને મૃત જાહેર કર્યાં હતા. 

Corona Update: છેલ્લા 24 કલાકના 520 કેસ, 27 મૃત્યુ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25 હજારને પાર

શેરપુરા ગામમાં શોકનો માહોલ
બંન્ને બાળકો આશરે બપોરના સમયે તળાવમાં ન્વાહા પડ્યા હતા. ત્યારબાદ એકાએક બંન્ને બાળકો ડૂબી ગયા હતા. બંન્ને પિતરાઇ ભાઈના મોત થવાથી પરિવાર તથા ગામમાં શોકનો માહોલ થવાયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news