હારીજમાંથી 500 કિલો ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપાયો, ખેડૂતની ધરપકડ
પાટણ એસઓજી ટિમ અને હારિજ પોલીસને પીપલાણા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે સંયુક્ત રેડ કરતાં બેથી અઢી વિઘા જમીનમાં એરંડાની આડમા વાવેતર કરેલા ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપયો છે.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી, પાટણ: હારીજમાંથી પ્રતિબંધિત અંદાજે 500 કિલોથી વધુ ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપાયો છે. પાટણ એસઓજી ટિમ અને હારિજ પોલીસને પીપલાણા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે સંયુક્ત રેડ કરતાં બેથી અઢી વિઘા જમીનમાં એરંડાની આડમા વાવેતર કરેલા ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપયો છે.
હારીજ તાલુકાના પીપલાણાના ખેડૂત જીવણજી સરતાનજીના ભલાણા માર્ગે આવેલા બે થી અઢી વિઘાના ખેતરમાં એરંડાના વાવેતર વચ્ચે ગાંજો તેમજ પોસ ડોડાનું વાવેતર કર્યું હતુ. જેની પોલીસને બાતમી મળતાં પાટણ એસ.ઓ.જી ટીમ અને હારીજ પોલીસની ટીમ બપોરના સમયે રેડ કરતાં અંદાજિત 500 કિલો ગાંજો તેમજ ગાંજાની સાથે પોસ ડોડાના છોડ ઝડપી પાડી ખેડૂત જીવણજી સરતનજી ઠાકોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હારિજ પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર ગાંજો પોલીસ સ્ટાફ જોડે કાપણી કરાવવામા આવ્યો છે. જે જથ્થાને વજન કરવાની કર્યવાહી કરી તેની કિંમત નક્કી કરી એન.ડી.પી.એસ.મુજબ ગુનો નોંધવામાં આવશે. આગળની કાર્યવાહી હાથ ધરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે