PMના કાશ્મીર પર નિવેદનથી PAK સ્તબ્ધ, અબ્દુલ્લાએ કહ્યું-'મોદી સાહેબ આભાર, અમારા મનની વાત કરી'

નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ પુલવામા આતંકી હુમલા બાદ કાશ્મીરીઓ સાથે થઈ રહેલી મારપીટ, ગેરવર્તણૂંક વિરુદ્ધ પીએમ મોદીએ આપેલા નિવેદન બદલ શનિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય. અબ્દુલ્લાએ એક ટ્વિટ કરીને કહ્યું કે 'નરેન્દ્ર મોદી સાહેબ, તમારો આભાર, આજે તમે મારા મનની વાત કરી નાખી.'

PMના કાશ્મીર પર નિવેદનથી PAK સ્તબ્ધ, અબ્દુલ્લાએ કહ્યું-'મોદી સાહેબ આભાર, અમારા મનની વાત કરી'

શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ પુલવામા આતંકી હુમલા બાદ કાશ્મીરીઓ સાથે થઈ રહેલી મારપીટ, ગેરવર્તણૂંક વિરુદ્ધ પીએમ મોદીએ આપેલા નિવેદન બદલ શનિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય. અબ્દુલ્લાએ એક ટ્વિટ કરીને કહ્યું કે 'નરેન્દ્ર મોદી સાહેબ, તમારો આભાર, આજે તમે મારા મનની વાત કરી નાખી.'

<

— Omar Abdullah (@OmarAbdullah) February 23, 2019

અત્રે જણાવવાનું કે શનિવારે રાજસ્થાનના ટોંકમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 'અમારી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ વિરુદ્ધ નથી. તેમણે કહ્યું હતું કે મારા કાશ્મીરના લાલ દેશમાં ગમે ત્યાં હોય, તેમની સુરક્ષા કરવી એ દરેક નાગરિકની ફરજ છે. કાશ્મીરીઓ સાથે જે થઈ રહ્યું છે તે થવું જોઈએ નહીં.'

— ANI (@ANI) February 23, 2019

નેશનલ કોન્ફન્સના નેતાએ કહ્યું કે 'પુલવામા આતંકી હુમલાને અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો અને એક સપ્તાહથી પણ વધુ સમયથી કાશ્મીરીઓ જનાક્રોશનો સામનો કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ અંગે પોતાની વાત રજુ  કરી, કદાચ હવે કાશ્મીરીઓને નિશાન બનાવનારી તાકાતો પોતાના હુમલા બંધ કરશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news