સિદ્ધપુરની પાણીની પાઈપલાઈનામાંથી મળેલી લાશના ટુકડા લવિનાના હતા, DNA રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Girl Deadbody found From water pipeline in Siddhpur : પાટણના સિદ્ધપુરમાં પાણીની લાઈનમાંથી મળેલા માનવ અવશેષોનો ઉકેલાયો ભેદ... લવિનાનાં માતાપિતા સાથે મેચ થયા DNA... મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ 
 

સિદ્ધપુરની પાણીની પાઈપલાઈનામાંથી મળેલી લાશના ટુકડા લવિનાના હતા, DNA રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણના સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળ્યા બાદ હવે આ અવશેષો સિદ્ધપુરમાંથી ગુમ થયેલી લવિનાના છે કે નહીં તે અંગે ખુલાસો થયો છે. સિદ્ધપુર શહેરમાં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળ્યા બાદ પોલીસ તપાસનો દોર ધમધમતો થયો હતો. આ માનવ અવશેષો કોના છે તેની તપાસ માટે એફેસેલ અને DNA ની મદદ લેવામાં આવી હતી. જેમાં DNA નો રિપોર્ટ આવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો છે. આ માનવ અવશેષો ગુમ થનાર યુવતી લવિનાના જ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ બાદ સિદ્ધપુર પોલીસે યુવતીના અવશેષો તેના પરિવારને સોંપ્યા હતા અને છેવટે પરિવારજનોએ ભારે હૈંયે તેમની દીકરીના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, લવિનાની હત્યા થઈ હતી કે પછી તેણે આત્મહત્યા કરી હતી. તે અંગે હજુ કોઈ ખુલાસો નથી થયો. 

સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાનો મામલે પાટણ એસપી  વિશાખા ડબરાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. તેમણે જણાવ્યું કે, પોલીસની તપાસમાં અવશેષો યુવતીના હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. પીએમ રિપોર્ટ મુજબ યુવતીના અવશેષો હોવાનું સામે આવ્યું છે. જોકે, શરીરના અંગો પર કોઈ ઇજાના નિશાન ન હોવાનું રિપોર્ટનું કહેવુ છે. પીએમ રિપોર્ટ મુજબ હત્યાંના કોઈ પુરાવા મળ્યા નથી. આ યુવતી 21 થી 40 વર્ષની વયની વચ્ચેની હતી. સાથે જ તેમણે કહ્યું કે, યુવતીની  લાશ પાણીના ટાંકામાં રહેતા ડીકમ્પોઝ થઈ ગઈ હતી. પાણીની પાઇપલાઈનમાં લાશ અથડાતા શરીરના ટુકડા થયાં હોવાનું પીએમ રિપોર્ટમાં ખૂલ્યું છે. પાઇપમાં વારંવાર અથડાવાથી ચામડી અને માંસના લોચા નીકળી ગયા હતા. તો બીજી તરફ, આ માનવ અવષેશો અને ગુમ યુવતીના કેટલાક પુરાવા મળતા આવે છે. માનવ અવષેશો ગુમ યુવતીના હોવાનું અનુમાન છે. ગુમ યુવતીના માતા પિતાના DNA રીપોર્ટ આવ્યા બધા સમગ્ર ઘટના રહસ્ય ખુલશે. DNA રિપોર્ટ 72 કલાક બાદ આવે થી સમગ્ર ઘટના પર થી પડદો ઉંચકાશે. માનવ અવશેષો સાથે મળેલ દુપટ્ટો ગુમ થનાર યુવતીના હોવાનો પરિવારે સ્વીકાર કર્યો છે.  7મેના રોજ ગુમ થયેલી લવિના નામની યુવતીનો દુપટ્ટો પણ ટાંકામાંથી મળ્યો છે. સાથે જ પાણીની ટાંકી તરફ જતી યુવતી સીસીટીવીમાં જોવા મળી હતી.  

આ માનવ અવશેષો ડીકમ્પોઝ થયેલ હોઈ ઓળખવી પણ મુશ્કેલ હતું, તો બીજી તરફ પાણીની ટાંકી તરફ એક યુવતી મોઢે દુપટ્ટો બાંધી જતા સીસીટીવીમાં નજરે પડે છે અને જે માનવ અવશેષો મળ્યા તેમાં દુપટ્ટાનો ટુકડો મળ્યો છે, જે પોલીસને હાથ લગતા ગુમ થયેલ યુવતીના પરિવારને બતાવતા પરિવારે તેનો સ્વીકાર કર્યો હતો. પણ હવે DNA અને એફેસેલ રિપોર્ટ બાદજ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો છે. જેમાં ગુમ થનાર યુવતી લવીનાના જ અવશેષો હોવાનું ખુલ્યુ છે. ત્યારે પોલીસે યુવતીના અવશેષો સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમના પરિવારજનોને સોંપ્યા હતા. 

લવિનાના પરિવારોજનો દ્વારા લવીનાના અવશેષો સિદ્ધપુર મુક્તિધામ ખાતે લઇ જઈ ભારે હૈંયે અંતિમ સંસ્કાર કર્યા હતા. આ મામલે સિદ્ધપુર ડીવાય એસપી કે કે પંડ્યા એ જણાવ્યું હતું કે પાણીની પાઈપલાઈનમાંથી જે મૃતદેહના અવશેષ મળી આવ્યા હતા તેનો અને ગુમ થયેલી લવિનાના માતાપિતાના DNAનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં મૃતદેહના અવશેષ લવિનાના જ હોવાની પુષ્ટિ થઈ છે. મૃતદેહના જે અવશેષ મળી આવ્યા હતા. તેના પીએમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે, મૃતદેહના અવશેષ પર જે ઈજાઓ હતી તે મૃત્યુ બાદના હતા પહેલાના ન હતા . જે અવશેષો મળ્યા હતા તે પાણીની ટાંકીમાંથી સડવાના કારણે જુદા પડ્યા હોવાનું જણાયું હતું. પીએમ રિપોર્ટમાં જે તારણ આવ્યું હતું તેમાં કોઈ ઈજા થયાનું જણાઈ આવ્યું નથી. સુસાઈડના કારણોની તપાસ એલસીબી પોલીસ કરી રહી છે તેમ જણાવ્યું હતું. હવે યુવતીએ કયા કારણોસર મોતને વ્હાલું કર્યું તેની પાછળ કયું રહસ્ય છે તેતો હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે.

છેલ્લા ઘણા દિવસો થી ગુમ લવીના ના પરિવાર માં ભારે ચિંતા નો વિષય બનવા પામ્યું હતું કારણ કે સિદ્ધપુર શહેર માં પાણી ની પાઇપ લાઈન માંથી નીકળતા કેટલાક માનવ અવશેષો ગુમ યુવતી લવીના હોવા તરફ શંકા વ્યક્ત કરી રહ્યા હતા પરંતુ આજે DNA રિપોર્ટ આવતા સ્પષ્ટ થયું કે આ અવશેષો લવીના ના હોવાનું ખુલવા પામ્યું હતું ત્યારે પરિવાર જનોએ પણ આ હકીકત સ્વીકારી ભારે હૈંયે દીકરી ના અંતિમ સંસ્કાર કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news