બાયડની બબાલ કમલમ સુધી પહોંચી, મોટી સંખ્યામાં નારાજ કાર્યકર્તાઓએ કમલમને ઘેર્યું
Gujarat Elections 2022 : ધવલસિંહ ઝાલાના સમર્થકો કમલમ પહોંચ્યા... બાયડમાં ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા વિરોધ
Trending Photos
Gujarat Elections 2022 આશ્કા જાની/અમદાવાદ : ટિકિટ આપ્યા બાદ ભાજપમાં આંતરિક વિરોધ ઉઠ્યો છે, આ વિરોધ હવે કમલમ સુધી પહોંચ્યો છે. બાયડ અને પાટણમાં ટિકિટ અપાતા જ મોટી સંખ્યામાં નારાજ કાર્યકર્તાઓએ કમલમ પહોંચ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કમલમને ઘેર્યુ છે અને કમલની બહાર નારા લગાવ્યા છે.
બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને ટિકિટ ન અપાતા ટિકિટની બબાલ કમલમ સુધી પહોંચી ગઈ છે. બાયડના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કમલમ પહોંચી ગયા છે. નારાજ કાર્યકર્તાઓએ કમલમની બહાર મોરચો માંડ્યો છે, અને કમલમને ઘેર્યું છે. તમામ કાર્યકર્તાઓ ધવલસિંહ ઝાલાના સમર્થનમાં કાર્યકર્તાઓએ કમલમમાં મોરચો માંડ્યો છે. તો બાયડના કાર્યકરો ભીખીબેન પરમારના વિરોધ દર્શાવી રહ્યાં છે. તો પાટણના કાર્યકરો પણ વિરોધ સાથે કમલમ પહોંચ્યા છે. જેઓ રાજુલ દેસાઈના નામને લઈ વિરોધ કરી રહ્યાં છે.
ટિકિટ નહિ મળે ત્યાં સુધી કમલમ નહિ છોડીશું
ભાજપમાં ટિકિટ જાહેર થયા બાદ કકળાટ સામે આવ્યો છે. આ કારણે ભાજપમાં કેટલીક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત અટકી પડી છે. બે દિવસથી વડોદરાની પાદરા, કરજણ, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર બેઠકો પર ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. તો બીજી તરફ ગઈકાલે વઢવાણ બેઠક પર વિરોધ બાદ ઉમેદવાર બદલવાની ફરજ પડી, ત્યારે હવે ભાજપમાં બેઠકો પર નારાજગી વધી રહી છે. ભાજપ આ ડેમેજ કન્ટ્રોલ કરવા નિષ્ફળ બન્યુ છે, પરિણામે આ નારાજગી હવે કમલમના દરવાજે પહોંચી છે. ભાજપે કેટલીક બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા બાદ કપાયેલા ઉમેદવારોના સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો છે. આજે પાટણ અને બાયડમાં ટિકિટની નારાજગી મોટાપાયે જોવા મળી છે. બાયડમાં ભાજપે ધવલસિંહ ઝાલાની ટિકિટ કાપીને ભીખીબેન પરમારને ટિકિટ આપી છે.
બાયડમાં ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા સમર્થકો પહોંચ્યા કમલમ #Gujarat #GujaratElections2022 #BJP pic.twitter.com/mVvRynFVdu
— Zee 24 Kalak (@Zee24Kalak) November 14, 2022
પાટણમાં આયાતી ઉમેદવારનો વિરોધ
તો બીજી તરફ, પાટણમાં ભાજપમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પાટણમા ભાજપ પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે રાજુલ દેસાઈના નામની જાહેરાત સામે મોટાપાયે વિરોધ થયો છે. પાટણ ભાજપમાં અયાતી ઉમેદવાર સામે વિરોધ થઈ રહ્યો છે. પાટણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. જેના બાદ મોટી સંખ્યામા કાર્યકર્તાઓ કમલમમાં પહોંચીને ઉમેદવાર બદલવાની માંગણી કરી છે. સાથે જ કાર્યકર્તાઓએ હ્યું કે, જો પાટણ પર આયાતી ઉમેદવાર મુકવામાં આવશે તો ભાજપમાંથી રાજીનામાં આપીશું.
મને ટિકિટ ન મળતાથી નારાજગી નથી - ધવલસિંહ ઝાલા
પોતાના નામને લઈને થયેલા વિરોધ અંગે ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, મારા ધ્યાન પર ન હતુ કે આ લોકો ગયા છે. સમર્થકોની લાગણી હુ સમજી શકુ છું. પરંતુ આ પ્રકારે રજૂઆત ન હોઈ શકે. મને પાર્ટી આદેશ કરશે તો હું ચોક્કસ કાર્યાલય પર જઈશ. ભીખીબેન પહેલા પણ ચૂંટણી લડ્યા છે, તેઓ પહેલા પણ ચૂંટણી હારી ચૂક્યા છે. બીજી તરફ, ભાજપના કાર્યકર્તાઓે અંદરથી નારાજ છે, તેવુ દેખાય છે. મને મારી ટિકિટ કપાઈ તેનાથી નારાજગી નથી. હુ પાર્ટીની સાથે રહીશ, સમર્થકોને સમજાવીશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે