'અપૂન ઝૂકેગા નહીં': અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ, રૂપાલાનું શક્તિપ્રદર્શન!
Loksobha Election 2024: રાજકોટથી રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સમર્થકો અને કાર્યકરોની ફોજ વચ્ચે રૂપાલાએ વિશાળ રોડ શો યોજ્યો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહ્યા. રોડ શો પછી વિશાળ જનમેદની વચ્ચે જાહેર સભા યોજવામાં આવી.
Trending Photos
Loksobha Election 2024: ક્ષત્રિય સમાજનું છેલ્લા ઘણા સમયથી ચાલતું આંદોલન...અનેક શહેરોમાં આવેદનો અને આંદોલન પછી ઠેર ઠેર સંમેલનો યોજાયા અને 14 એપ્રિલે રાજકોટ નજીક મહાસંમેલન યોજાયું. પરંતુ આટ આટલા વિરોધ અને આક્રોશ વચ્ચે પણ ક્ષત્રિયો સામે ભાજપ ટસનું મસ ન જ થયું. રૂપાલાએ કાર્યકરો અને સમર્થકોના જમાવડા વચ્ચે શક્તિપ્રદર્શન કરી પોતાનું ફોર્મ ભરી જ દીધું. તેમણે ફરી એકવાર જાહેર મંચથી ક્ષત્રિય સમાજને એક અપીલ પણ કરી.
- ક્ષત્રિયોના આક્રોશની પણ ન થઈ કોઈ અસર!
- અક્કડ વલણ સામે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ!
- શક્તિપ્રદર્શન સાથે પરશોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ
- કાર્યકરો, સમર્થકોના જમાવડાથી બતાવી પોતાની શક્તિ
કેજરીવાલની પત્ની ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન, જાહેર કર્યા આ 40 સ્ટાર પ્રચારકો
રાજકોટથી રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સમર્થકો અને કાર્યકરોની ફોજ વચ્ચે રૂપાલાએ વિશાળ રોડ શો યોજ્યો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહ્યા. રોડ શો પછી વિશાળ જનમેદની વચ્ચે જાહેર સભા યોજવામાં આવી. આ સભામાં સંબોધન પછી રૂપાલા રૂપાણી અને કેસરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
રૂપાલાએ વિજય મુર્હૂતની જગ્યાએ લાભ ચોઘડિયામાં સવા અગિયારથી સાડા અગિયારની વચ્ચે ફોર્મ ભર્યું હતું. રૂપાલા સાથે ડમી ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે. રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો ઉમેદવારી ફોર્મ ભર્યું તે પહેલા રૂપાલાએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. સૌરાષ્ટ્ર ભાજપના અનેક દિગ્ગજોએ સંબોધન કરી જંગી બહૂમતિથી રૂપાલાને જીતાડવા માટે હાકલ કરી હતી. તો રૂપાલાએ પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સભામાં ક્ષત્રિય સમાજના પણ અનેક લોકો જોડાયા હતા. જેમાં કેસરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, સહિત અનેક મોટા નેતાઓ પણ જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલાએ ક્ષત્રિયોને ફરી એકવાર અપીલ કરતાં સાથ અને સહકાર આપવા માટે વિનંતી કરી હતી.
રૂપાલાએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોંગદનામામાં જે વિગતો દર્શાવી છે તે મુજબ, રૂપાલા પાસે વિદેશી બનાવટની એક પિસ્તોલ છે. પત્ની પાસે કાર નથી. પત્ની સવિતાબહેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું છે. પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત હોવાનું જણાવ્યું, વર્ષ 2022-23માં પુરુષોત્તમ રૂપાલાએ 15 લાખ 77 હજાર 110 રૂપિયાની આવક થઈ હોવાનું દર્શાવ્યું છે. BSc. B.Ed સુધીનો અભ્યાસ દર્શાવ્યો છે.
સમગ્ર ગુજરાત અને દેશના કેટલાક રાજ્યોમાં હાલ રાજકોટ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની છે. આ બેઠક પર કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉતાર્યા...ધાનાણી લેઉવા અને રૂપાલા કડવા પાટીદાર છે. રૂપાલા કોણ છે તે પણ તમે જાણી લો તો પરશોત્તમ ખોડાભાઈ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના દિવસે અમરેલીના ઇશ્વરિયા ગામમાં થયો. રૂપાલાએ 1979માં સવિતાબેન સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી અને એક પુત્ર છે. 1977થી 1983 સુધી હામાપુર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે સેવા આપી, નવેમ્બર 1983થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર રહ્યા. 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભાજપ-પ્રમુખ રહ્યા. ગુજરાત ભાજપ પ્રદેશમંત્રી તરીકે 1992માં જવાબદારી નિભાવી, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા તરીકે 2005થી 2006 સુધી જવાબદારી નિભાવી, 2006થી 2010 સુધી ગુજરાત ભાજપના પ્રમુખ રહ્યા. રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે પણ 2010થી 2016 સુધી જવાબદારી સંભાળી. રાજ્યસભાના સાંસદ અને ત્યારપછી કેન્દ્રમાં મંત્રી બન્યા....આ સાથે રાજ્ય સરકારમાં પણ મંત્રી રહ્યા હતા...
રૂપાલા પાસે શું છે?
- રૂપાલા પાસે વિદેશી બનાવટની એક પિસ્તોલ
- પત્ની પાસે કાર નથી
- પત્ની સવિતાબહેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું
- પતિ-પત્ની પાસે પોણા છ કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત
- વર્ષ 2022-23માં 15.77 લાખ રૂપિયાની આવક થઈ
- BSc. B.Ed સુધીનો અભ્યાસ
કોણ છે પરશોત્તમ રૂપાલા?
- જન્મ 1 ઓક્ટોબર 1954એ અમરેલીના ઇશ્વરિયા ગામમાં થયો
- 1979માં સવિતાબેન સાથે લગ્ન કર્યા
- એક પુત્રી અને એક પુત્ર
- 1977થી 1983 સુધી હામાપુર માધ્યમિક શાળામાં આચાર્ય
- 1983થી 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર
- 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભાજપ-પ્રમુખ
- ગુજરાત ભાજપ પ્રદેશમંત્રી તરીકે 1992માં જવાબદારી નિભાવી
- 2005થી 2006 સુધી ગુજરાત પ્રદેશ મહામંત્રી, પ્રવક્તા રહ્યા
- 2006થી 2010 સુધી ગુજરાત ભાજપના પ્રમુખ રહ્યા
- 2010થી 2016 સુધી રાષ્ટ્રીય ઉપપ્રમુખ
- રાજ્યસભાના સાંસદ અને ત્યારપછી કેન્દ્રમાં મંત્રી બન્યા
- રાજ્ય સરકારમાં પણ મંત્રી રહ્યા હતા
શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશે
શક્તિપ્રદર્શન સાથે રૂપાલાએ પોતાની ઉમેદવારી તો નોંધાવી જ દીધી છે. હવે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજ હવે શું કરે છે?. 19 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં આ બે દિવસ ખુબ જ મહત્વના બની રહેવાના છે. જો રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજ શું રણનીતિ ઘડે છે તે જોવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે