પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર, માત્ર PM મોદી માટે કરશે પ્રચાર
પરેશ રાવલનું માનવું છે કે ચૂંટણી લડ્યા વગર પીએમ મોદીને વધુ મદદ કરી શકાય તેમ છે અને તેઓ પીએમ માટે પ્રચાર પણ કરશે. રાજકારણને વ્યવસાય બનાવવાની તેમની કોઈ ઈચ્છા નહોતી.
Trending Photos
અમદાવાદ: ફિલ્મ અભિનેતા અને ભાજપ સાંસદ પરેશ રાવલની ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણ વિરામ લાગશે. ઝી 24 કલાક સાથેની ટેલિફોનિક વાતમાં તેમણે ફરી દાવો કર્યો કે મેં હાઈ કમાન્ડને 4-5 મહિના પહેલા જ ચૂંટણી ન લડવા માટે જાણ કરી હતી. પરેશ રાવલનો દાવો છે કે તેઓ વ્યવસાયે રાજકારણી નથી. ફક્ત પીએમ મોદીના સમર્થન માટે તેઓ રાજકારણમાં આવ્યા હતા.
રાજકારણને વ્યવસાય બનાવવાની તેમની કોઈ ઈચ્છા નહોતી. પરેશ રાવલનું માનવું છે કે ચૂંટણી લડ્યા વગર પીએમ મોદીને વધુ મદદ કરી શકાય તેમ છે અને તેઓ પીએમ માટે પ્રચાર પણ કરશે. તેમણે આ વાત ચૂંટણી જીત્યા બાદ વર્ષ 2014માં પણ કરી હતી. એટલે હવે પીએમ મોદીએ નિર્ણય કરવાનો છે તેમને ચૂંટણી લડાવવી કે નહીં. ઝી 24 કલાકે આ પહેલા પણ સમાચાર બતાવ્યા હતા કે અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપ તરફથી કોઈ નવો ચહેરો જોવા મળી શકે છે અને પરેશ રાવલના સ્થાને અન્ય કોઈ ઉમેદવાર આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે