120 રૂપિયામાં માતાપિતાએ બાળકીને પીવડાવ્યું મોત, સ્તનપાન કરીને સવારે બાળકી ઉઠી જ નહિ...
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરત (Surat) ના લિંબાયતમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર માસની બાળકીને ડેન્ગ્યુ મેલેરિયા થઈ જતા માતાપિતા તેનો ઘરગથ્થુ ઉપચાર કરવા જતા તેઓએ પોતાની વ્હાલસોયી બાળકીને ગુમાવી હતી. 120 રૂપિયા લઈને દવા કરાવવા જતા બાળકીનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ બાળકીના માતાપિતા શોકમાં આવી ગયા છે. આમ, આર્યુવેદિક દવા સમજીને માતાપિતાએ જે દવા પીવડાવી તે જ બાળકીના મોતનું કારણ બની હતી.
મોટા નફાની લાલચમાં રોકાણકારોએ પોતાના રૂપિયા પણ ગુમાવી દીધા, વડોદરાની કંપની કરોડો રૂપિયા લઈને ભાગી ગઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના વતની મુકેશ પાટીલ સુરતના લિંબાયત વિસ્તારમાં સંજય નગરમાં વસવાટ કરે છે. મુકેશ પાટીલ સુરતના રીંગરોડ પર આવેલ કાપડ માર્કેટમાં સેલ્સમેન તરીકેનું કામ કરે છે. તેમને સંતાનમાં ચાર માસની કિશોરી નામની દીકરી હતી. આ દીકરીને ડેન્ગ્યુ અને મેલેરિયા એકસાથે થઈ ગયો હતો. પરંતુ દીકરીને હોસ્પિટલમાં સારવાર કરાવવાને બદલે માતાપિતાએ તેનો ઘરગથ્થુ ઉપચાર કરવાનું નક્કી કર્યું. સોસાયટીમાં આર્યુવેદિક ટીપા લઈને ફરતા ફેરિયા પાસેથી તેઓએ ટીપા ખરીદ્યા હતા. તેઓએ બાળકી માટે 120 રૂપિયામાં દવા લીધી હતી. બાળકીને આર્યુવેદિક દવા સમજીને આ દવા પીવડાવી હતી. જેના બાદ તેની માતાએ રાત્રે તેને સ્તનપાન કરાવ્યું હતું. સવારે ઉઠીને જોયું તો બાળકી ઉઠી જ ન હતી. આખરે ડરી ગયેલા માતાપિતા બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.
બાળકીના મોતને લઈ પરિવાર શોકમાં આવી ગયો છે. હોસ્પિટલ દ્વારા બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમજ આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે કયા ફેરિયા પાસેથી ટીપા ખરીદ્યા અને ટીપામાં શું હતું તે જાણવા માટે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે