મોટા નફાની લાલચમાં રોકાણકારોએ પોતાના રૂપિયા પણ ગુમાવી દીધા, વડોદરાની કંપની કરોડો રૂપિયા લઈને ભાગી ગઈ

વડોદરામા વધુ એક ફાયનાન્સ કંપનીનુ ઉઠમણુ થયુ છે. ઉંચા વ્યાજની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉધરાવી વડોદરાના હેમરો નિધી કંપનીના સંચાલકો ફરાર થઈ ગયા છે. જેને કારણે અનેક રોકાણકારોના નાણાં ડૂબ્યા છે.
મોટા નફાની લાલચમાં રોકાણકારોએ પોતાના રૂપિયા પણ ગુમાવી દીધા, વડોદરાની કંપની કરોડો રૂપિયા લઈને ભાગી ગઈ

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામા વધુ એક ફાયનાન્સ કંપનીનુ ઉઠમણુ થયુ છે. ઉંચા વ્યાજની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉધરાવી વડોદરાના હેમરો નિધી કંપનીના સંચાલકો ફરાર થઈ ગયા છે. જેને કારણે અનેક રોકાણકારોના નાણાં ડૂબ્યા છે.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ સિલ્વર લાઈન કોમ્પલેક્સમાં હેમરો નિધિ કંપની આવી હતી. આ કંપનીના સંચાલકોએ મધ્યમ અને ગરીબ લોકોને ટાર્ગેટ કરીને રોકાણની લોભામણી લાલચો આપી હતી. તેઓએ એજન્ટ મારફતે 20 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનુ રોજનું રોકાણ કરવાવાની સ્કીમ લોકોને આપી હતી. આવામાં ભોળા નાગરિકો તેમની જાળમાં ફસાઈ ગયા હતા. લાખો રૂપિયા બનાવી લીધા બાદ કંપનીના સંચાલકો લોકોના રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયા છે. હેમરો નિધી નામની સંસ્થાના સંચાલકો કંપની ઓફિસને 23 ઓક્ટોબરે તાળા મારી ફરાર થઈ ગયા છે. જેના કારણે હજારો રોકાણકારોના નાણાં ફસાયા છે. કંપની માટે કામ કરતી એજન્ટ જ્યોતિબેન સોનીએ કંપનીમાં 114 લોકોના નાણાં રોકાવ્યા હતા. જેઓ રૂપિયાની ઉઘરાણી કરતા એજન્ટ જ્યોતિબેને સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોધાવી છે. સાથે જ આરોપીઓને પકડી રૂપિયા પાછા અપાવવા માટે પોલીસને રજૂઆત કરી છે.

એજન્ટ જ્યોતિ સોનીએ કંપનીના 7 ડાયરેકટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. જેઓના નામ આ મુજબ છે. 

1. સુરત રાવલ

2. તુલસી રાવલ 

3. દિલીપ કોરી 

4. મનોજ કોરી 

5. આશા દેવી કોરી 

6. મનોજ પટેલ 

7. દીપક ઘીખોરે 

લોકોના મકાનોના કચરા-પોતા કરીને કે પોકેટ મનીમાંથી રોજે રોજ બચત કરીને લોકોએ ઊંચા વ્યાજની લાલચમાં રૂપિયા રોક્યા હતા. હાલમાં માત્ર એક એજન્ટે જ કંપનીના સંચાલકો વિરુદ્ઘ ફરિયાદ કરી છે. આવા 32 એજન્ટ હોવાની માહિતી સામે આવી છે. ત્યારે હજારો ગરીબ લોકોના રૂપિયા લઈ ફરાર થઈ જનારા કંપનીના ડાયરેકટર સામે સયાજીગંજ પોલીસે ફરિયાદ દાખલ કરી વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news