બાબા બાગેશ્વર ફરી ગુજરાત પધાર્યા, કહ્યું; 'દુનિયામાં દિમાગથી નહિ દિલથી કામ થાય છે, અહીં...'

અંબાજી માતાની શક્તિ વર્ણવતા કહ્યું કે દુનિયામાં દિમાગથી નહિ દિલથી કામ થાય છે અને અહીં અંબાજીમાં માતાનું હૃદય પડ્યું હતું. એવા પવિત્ર ધામમાં હનુમાનજીની કથા થઈ રહી છે તે ખુબજ ભાગ્યની વાત છે. 

બાબા બાગેશ્વર ફરી ગુજરાત પધાર્યા, કહ્યું; 'દુનિયામાં દિમાગથી નહિ દિલથી કામ થાય છે, અહીં...'

ઝી બ્યુરો/બનાસકાંઠા: બાબા બાગેશ્વર ધામના નામથી પ્રખ્યાત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીની ધરા પર પહોંચ્યા હતા જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ માં અંબાના મંદિરમાં પહોંચીને માના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ તેવો અંબાજીમાં જ્યાં બાગેશ્વરનો ત્રિ-દિવસીય કાર્યક્રમ યોજવાનો છે તે સ્થળ GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને દીપ પ્રાગટ્ય કરીને હનુમાન કથાની શરૂઆત કરી હતી. એમને કાર્યક્રમ 4 વાગ્યાની જગ્યાએ 7 વાગ્યે લેટ શરૂ થયો હોવાનું કહી ભક્તોની ધીરજને બિરદાવી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે આજે ભલે કાર્યક્રમ લેટ શરૂ થયો પરંતુ કાલે દિવસે દિવ્ય દરબાર યોજીશું અને રાત્રે કથા કરીશું. જોકે માં અંબાના ધામમાં બાબાનો કાર્યક્રમ હોઈ તેમને અંબાજી માતાની શક્તિ વર્ણવતા કહ્યું કે દુનિયામાં દિમાગથી નહિ દિલથી કામ થાય છે અને અહીં અંબાજીમાં માતાનું હૃદય પડ્યું હતું. એવા પવિત્ર ધામમાં હનુમાનજીની કથા થઈ રહી છે તે ખુબજ ભાગ્યની વાત છે. 

તેમણે ઉમેર્યું હતું કે, કેટલાંક લોકો અહીં 3 વાગ્યાથી બેઠા છે અનેક લોકોને થયું 5 વાગી ગયા 6 વાગી ગયા બાબા આવ્યા જ નહીં કેટલા લોકોને થયું બાબા આવશે નહિ પણ હું થાકી ગયો હતો. પછી અંબાજી દર્શન કરવા ગયો એટલે લેટ થયું, પણ કાલથી દિવસમાં દરબાર કરીશું અને રાતના કથા કરીશું.

જોકે આજે પ્રથમ દિવસે બાબાની હનુમાન કથામાં ભક્તોની ખુબ જ પાંખી હાજરી જોવા મળી હતી. આવતીકાલે નવરાત્રીના બીજા દિવસે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે. જેમાં ભક્તોની સમસ્યાનું સમાધાન થશે. તો નવરાત્રીના ત્રીજા દિવસે 17 તારીખે હનુમાન કથા અને પૂર્ણાહુતી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news