ગુજરાતી યુવકના પુલઅપ્સ જોઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારી પણ ચોંક્યા

પંચમહાલમાં આવેલા હાલોલના યુવાન શ્રેયાન દરજીએ વિશ્વ વિક્રમ રચ્યો છે. 1 મિનિટમાં 63 પુલઅપ્સ કરવાનો વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રેયાન દરજીનું નામ નોંધવામાં આવશે

ગુજરાતી યુવકના પુલઅપ્સ જોઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારી પણ ચોંક્યા

પંચમહાલ/ગુજરાત : પંચમહાલમાં આવેલા હાલોલના યુવાન શ્રેયાન દરજીએ વિશ્વ વિક્રમ રચ્યો છે. 1 મિનિટમાં 63 પુલઅપ્સ કરવાનો વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રેયાન દરજીનું નામ નોંધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફ્લોરિડાના યુવાને 1 મિનિટમાં 55 પુલઅપ્સ કરવાનો રેકોર્ડ રચ્યો હતો.  

60 સેકન્ડમાં 63 પુલઅપ્સ
ગુજરાતના હાલોલના યુવકે એવું કારનામુ કર્યું કે, શ્રેયાન દરજીનો આ રેકોર્ડ જોઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. તેણે 60 સેકન્ડમાં 63 જેટલા પુલઅપ્સ કર્યા હતા. તેમણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ આપી દીધું હતું. 

ફ્લોરિડાનો રેકોર્ડ તોડ્યો
શ્રેયાન દરજીએ ફ્લોરિડાના યુવાનનો રેકોર્ડ તોડ્યો હતો. ફ્લોરિડાના યુવાને એક મિનીટમાં 55 પુલઅપ્સનો રેકોર્ડ બનાવ્યો હતો.  ત્યારે હવે આ રેકોર્ડ ગુજરાતના યુવાને પોતાના નામે કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news