તહેવારોમાં સાચવજો! ગુજરાતના આ જિલ્લામાં ચોરીના કેસ વધ્યા, સૌથી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો
ગોધરા તાલુકાના ટીંબા ગામમાં આવેલી જ્વેલર્સની દુકાન અને મકાનમાં થોડા દિવસો અગાઉ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમ મળી કુલ 50 લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
Trending Photos
જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: પંચમહાલ પોલીસને લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં ગણતરીના દિવસોમાં જ સફળતા પ્રાપ્ત થઈ છે. ખૂબ જ નવી મોડેસ ઓપરેન્ડીથી જવેલર્સને ત્યાં લાખોની મત્તાની ચોરીને અંજામ આપવા માટે તસ્કરોએ કેવો હાથકંડો અપનાવ્યો હતો. ગોધરા તાલુકાના ટીંબા ગામમાં આવેલી જ્વેલર્સની દુકાન અને મકાનમાં થોડા દિવસો અગાઉ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમ મળી કુલ 50 લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
લાખોની મત્તાની ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જો કે ઘટનાની ગંભીરતા જોતા પંચમહાલ પોલીસની એલસીબી સહિતની ટિમો એલર્ટ થઈ જતા ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ ટીમોની રચના પણ કરવામાં આવી હતી. દરમિયાન એલસીબી ટીમ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરનારનું પગેરૂ મેળવવામાં સફળતા મળી હતી.
વડોદરા ખાતે રહેતા દિલદાર સિંગ તુફાન સિંગ બાવરી અને તારા સિંગ કલ્લુસિંગ સરદાર બંને દ્વારા આ ચોરી કરવામાં આવી હતી. જો કે આ ચોરી ના દાગીના વેચવા માટે બંને આરોપીઓ જ્યારે ગોધરા દાહોદ હાઇવેના ચુંદડી બસ સ્ટેશન પાસે ઉભા હોવાની બાતમી એલસીબી ટીમને મળી હતી. જેથી એલસીબી ટીમે બાતમીના સ્થળે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ જ બે બુકાની ધારી ઈસમો ચોરી ના દાગીના વેચવા આવતા બંને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.
પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની તપાસ અને પૂછપરછ કરતાં તેઓ પાસેથી ૭.૮ કિલો ચાંદીના દાગીના જેની કિંમત ૪,૪૦,૨૯૮ રૂપિયા, તેમજ ૪૨૪ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત ૨૫,૪૨,૬૫૬ રૂપિયા, સાથે જ ૯૬ હજાર રોકડા મળી કુલ ૩૦,૭૮,૯૫૪ લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસ દ્વારા બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતાં તેઓએ ઇકો ગાડીની ડેસરથી ચોરી કર્યા બાદ ટીંબા ગામે આવી ચોરી કરી હતી અને જેના બાદ ઇકો ગાડીને બિનવારસી હાલતમાં દૂર ના સ્થળે મૂકી દેવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓ પૈકી દિલદાર સિંગ અગાઉ વડોદરા શહેરના વાડી અને વારસિયા પોલીસ મથકના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું હાલ બહાર આવ્યું છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા રાજા સિંગ માધુસિંગ સરદાર રહે ડેસર સાવલીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ ને આ સમગ્ર મામલે જવેલર્સ ની દુકાન ના સીસીટીવી પણ હાથ લાગતા પગેરુ શોધવા માં સફળતાં મળી હતી.
ટીંબા ગામમાં જવેલર્સના ત્યાં ચોરી કરવાના ગુના માં સંડોવાયેલા આરોપીઓની એલસીબીએ ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે.ભેજાબાઝ તસ્કરો દ્વારા ભૂંડ પકડવાની દિવસ દરમિયાન કામગીરી કરવામાં આવતી હોય છે અને જેના બહાને અનેક વિસ્તારોમાં જઈ મકાનો અને દુકાનોની રેકી કરી રાત્રિના સમયે ચોરી કરવામાં આવે છે. જેમાં પણ પ્રથમ વાહનની ચોરી કર્યા બાદ ચોરી કરેલું વાહન મકાનો અને દુકાનોમાં ચોરી કરવામાં ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વાહન બિનવારસી હાલતમાં છોડી દેતાં હતા. સાથે જ પોતાની ઓળખ છુપાવવા માટે રેઇનકોટ પહેરતાં હતા આમ તસ્કરો પોતાનો મનસુબો પાર પાડવામાં સફળ રહેતા હતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે