Halol Gujarat Chutani Result 2022: પંચમહાલમાં કમળ ખિલ્યું, ભાજપના જયદ્રથસિંહ પરમારની જીત
Panchmahal Halol Gujarat Chunav Result 2022: પંચમહાલની હાલોલ બેઠક પર 2002થી ભાજપનો ભગવો લહેરાયો છે. અને જયદ્રથસિંહ પરમાર સતત ચાર વખત અહીંથી ચુંટાતા આવ્યા છે. જો કે આ વખતે ભાજપનો આતંરીક અસંતોષ ભારે પડે તેવી પરિસ્થિતી વચ્ચે જયદ્રથસિંહ પરમાર આ બેઠક જાળવી શકે છે કે કેમ તે રસપ્રદ રહેશે.
Trending Photos
Panchmahal Halol Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
બેઠક : હાલોલ
રાઉન્ડ : 11 પૂર્ણ
પક્ષ : ભાજપના જયદ્રથસિંહ પરમાર
મત : 17256 થી આગળ
બેઠક : હાલોલ
રાઉન્ડ : 6 પૂર્ણ
પક્ષ : ભાજપના જયદ્રથસિંહ પરમાર
મત : 12460 થી આગળ
બેઠક : હાલોલ
રાઉન્ડ : 2
પક્ષ : ભાજપના જયદ્રથસિંહ પરમાર
મત : 1017
આ પણ વાંચો: Tharad Gujarat Chutani Result 2022: થરાદ બેઠક પર ભગવો લહેરાયો, શંકરભાઇ ચૌધરીનો વિજય
આ પણ વાંચો: Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ
આ પણ વાંચો: Radhanpur Gujarat Chutani Result 2022: રાધનપુર બેઠક પર ભાજપના લવીંગજી ઠાકોરની જીત
આ પણ વાંચો: Dhanera Gujarat Chutani Result: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો
Panchmahal Halol Gujarat Chunav Result 2022:
હાલોલ વિધાનસભા બેઠક ઉપર 1985થી 1998 કોંગ્રેસ અને ત્યારબાદ 2002થી 2022 સુધી ભાજપનો દબદબો રહ્યો છે. ફરીથી ભાજપે જયદ્રથસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. જો કે આ વખતે આ બેઠક પર ભાજપના જ આગેવાનોમાં જયદ્રથસિંહ પરમારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવમાં ભાજપ માટે આંતરિક અસંતોષ ભારે પડી શકે છે.
આ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકોનું પ્રભુત્વ છે. હાલોલ વિધાનસભા બેઠક પર આશરે કુલ 247089 મતદારો નોંધાયા છે. જેમાં 129428 પુરુષ મતદારો અને 117661 મહિલા મતદારોનો સમાવેશ કરવામાં આવે છે.
2022ની ચૂંટણી
ફરી એકવાર હાલોલ વિધાનસભા બેઠક ઉપર જયદ્રથસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસમાંથી રાતોરાત ઉમેદવાર બદલીને અનીશ બારિયાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવાએ પણ ઝંપલાવ્યું છે.
2017ની ચૂંટણી
2017માં ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. જેમાં જયદ્રથસિંહ પરમારનો 57,034 મતોથી વિજય થયો હતો.
2012ની ચૂંટણી
2012માં ભાજપના જયદ્રથસિંહ પરમારે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારને 33206 મતોના માર્જીનથી જીત મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે