રાપરની આંતરરાષ્ટ્રીય બેલા સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની નાગરિક, પાકિસ્તાની ચલણ કરાયું જપ્ત

કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય બેલા સરહદ પાસેથી પાકિસ્તાનો એક નાગરિક ઝડપાયો છે.

રાપરની આંતરરાષ્ટ્રીય બેલા સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની નાગરિક, પાકિસ્તાની ચલણ કરાયું જપ્ત

ગાંધીધામ: કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય બેલા સરહદ પાસેથી પાકિસ્તાનો એક નાગરિક ઝડપાયો છે. બેલા નજીકની આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફની 37 કંપનીના જવાનો બોર્ડર પર પેટ્રોલીંગમા હતા ત્યારે આ શખ્સ ઝડપાયો હતો. મહત્વનું છે, કે ઝડપાયેલ આ પાકિસ્તાના નાગરિકનું નામ જીવણ પ્રભુ છે અને પોતે કોળી હોવાનું જણાવી રહ્યો છે.

પાકિસ્તાની નાગરિક પાસેથી ઝડપાયું પાકિસ્તાની ચલણ
બેલા સરહદ પરથી ઝડપાયેલા આ શખ્શ પાસે થી એક મોબાઈલ ફોન,પચાસ રૂપિયાનુ પાકિસ્તાન ચલણ, ઉર્દુ ભાષામાં લખેલ લીલા રંગની ધાર્મિક પત્રિકા એક ઉર્દુમાં લખેલ આઇ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું છે. બી.એસ.એફ દ્વારા રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ માટે પોલીસને હવાલે કર્યો છે.  પછીથી તેને જોઈન્ટ ઈન્ટોગેસન ખાતે ખસેડવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news