ઔદ્યોગિક એકમોના પાપે તમારા ઘરે આવતું અનાજ બની રહ્યું છે ઝેર; ડાંગરને લઈને સૌથી મોટો ખુલાસો

એક ખેડૂત પાસેથી ફરિયાદ મળતા ZEE 24 કલાકની ટીમ વટવાથી માત્ર 5 KM દૂર આવેલા ગામડી ગામે પહોંચી હતી. અહીંના ખેતરોમાં હાલ ડાંગરનો પાક લેવાયો છે. પણ આ ડાંગર ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પાણીમાંથી પાકી રહી છે.

ઔદ્યોગિક એકમોના પાપે તમારા ઘરે આવતું અનાજ બની રહ્યું છે ઝેર; ડાંગરને લઈને સૌથી મોટો ખુલાસો

ઝી બ્યુરો/અમદાવાદ: ઔદ્યોગિક એકમોના પાપે આપડા રસોડા સુધી પહોંચતું અનાજ ઝેર બની રહ્યું છે. પરંતુ કરમની કાઠીનાઈ એ છે કે આ સમગ્ર ઘટનાની GPCB ના અધિકારીઓની રાહબારી હેઠળ થઇ રહ્યું છે. Zee 24 કલાક પાસે ખેડૂતોની ફરિયાદ આવતા તપાસ કરી તો ખુબ જ દયનિય સ્થિતિ સામે આવી.

એક ખેડૂત પાસેથી ફરિયાદ મળતા ZEE 24 કલાકની ટીમ વટવાથી માત્ર 5 KM દૂર આવેલા ગામડી ગામે પહોંચી હતી. અહીંના ખેતરોમાં હાલ ડાંગરનો પાક લેવાયો છે. પણ આ ડાંગર ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પાણીમાંથી પાકી રહી છે. ખારી નદીની આસપાસના ઓદ્યોગિક એકમોના કારણે નદી પ્રદુષિત થઇ રહી છે. નદીનું પાણી કાળું અને વાસ મારી રહ્યું છે. 

અમદાવાદની આસપાસના ઘણા ગામડાઓ ખારી નદી ઉપર ખેતી માટે આધાર રાખે છે. ઔદ્યોગિક એકમોના પાપે ખારી નદીનું પાણી કેમિકલવાળું થઇ ગયું છે. અતિશ્યોકતી તો ત્યાં થઇ જાય છે કે આ નદીના કારણે જમીનના તળિયા પણ પ્રદુષિત થઇ ગયા છે. ગામના લોકો બોર ખોદે તો તેમાથી પણ લાલ રંગનું દુરન્ધ વાળું પાણી નીકળે છે. 

GPSB ના અધિકારીઓના તમામ દાવાઓ ગામની મુશ્કેલી સામે પોકળ સાબિત થતા દેખાય છે. આજે ગામના લોકો પાસે ખેતરમાં વાપરવા માટે તો ઠીક પણ પીવા માટે પણ પાણી નથી. કેટલાક લોકો વેચાતું પાણી લાવે છે તો કેટલાક લોકો આજ લાલ રંગનું પાણી પીવા મજબુર છે.

આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીના પ્રદુષણને લઇ ચાલતી સૂઓ મોટોના કોર્ટ મિત્ર હેમાંગ શાહ સાથે ZEE 24 કલાકે વાત કરી. તેમણે જણાવ્યું કે ઔદ્યોગિક એકમો દ્વારા રિવર્સ બોર કરવામાં આવી રહ્યું છે. ઔદ્યોગિક એકમો કેમિકલનું પાણી ટ્રીટમેન્ટ વિના જ સીધું તેને જમીનની અંદર ઠાલવી રહ્યા છે જેના કારણે ભૂગર્ભ જળ સ્ત્રોત પ્રદુષિત થઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news