હાર્દિક વિરુદ્ધ પાટીદારોનાં મનમાં ઉકળતો ચરૂ, પોસ્ટર પર કાળી સ્યાહી બાદ નવું આયોજન...

હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવામાં પાટીદારોમાં પહેલાથી જ અજંપો હતો તેવામાં હાર્દિક પટેલે પાટીદાર યુવાનો વિરુદ્ધ વાણીવિલાસ કરતા હવે પાટીદારોનો રોષ ભભુકી ઉઠ્યો છે. મહેસાણાના ઉનાવા ખાતે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળી શાહી લગાવીને રોષ ઠાલવ્યો હતો. પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર પર હાર્દિકની તસવીર અને હાર્દિકના નામ પર કાળી શાહીનો કુચડો ફેરવી દઇને પોતાનો રોષ પ્રકટ કર્યો હતો. 

હાર્દિક વિરુદ્ધ પાટીદારોનાં મનમાં ઉકળતો ચરૂ, પોસ્ટર પર કાળી સ્યાહી બાદ નવું આયોજન...

મહેસાણા : હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવામાં પાટીદારોમાં પહેલાથી જ અજંપો હતો તેવામાં હાર્દિક પટેલે પાટીદાર યુવાનો વિરુદ્ધ વાણીવિલાસ કરતા હવે પાટીદારોનો રોષ ભભુકી ઉઠ્યો છે. મહેસાણાના ઉનાવા ખાતે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળી શાહી લગાવીને રોષ ઠાલવ્યો હતો. પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર પર હાર્દિકની તસવીર અને હાર્દિકના નામ પર કાળી શાહીનો કુચડો ફેરવી દઇને પોતાનો રોષ પ્રકટ કર્યો હતો. 

જો કે હવે હાર્દિકનો પણ તમામ સ્થળે વિરોધ કરવા માટેની તૈયારીઓ પાટીદાર સમાજે આરંભી હોય તેવું લાગી રહ્યું છે. તમામ સ્થળો પર ન માત્ર પોસ્ટર પરંતુ હાર્દિકનો પણ વિરોધ કરવામાં આવશે. હાર્દિક પટેલ વિરુદ્ધ સમાજના અનેક અગ્રણીઓ દ્વારા જાણે કે એક ચળવળ શરુ કરવામાં આવી છે. હાલ તો હાર્દિક પાટીદાર સમાજના હિરોમાંથી દુશ્મન બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાટીદારોમાં હાર્દિકના વાણીવિલાસ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાનારા હાર્દિક પટેલ વિરુદ્ધ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ભાજપમાં જોડાતા સમયે હાર્દિક પટેલે પાટીદાર આંદોલનના સમયગાળા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ નુકસાન કર્યું તેવું જણાવ્યું હતું. જેથી આડકતરી રીતે પાટીદાર યુવાનોને જ તેણે અસામાજિક તત્વો ગણાવ્યા હોવાનું પાટીદાર સમાજ માની રહ્યા છે. જેના કારણે પાટીદારોમાં હાર્દિક પરત્વે ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. 

મહેસાણા સહિત ઉત્તરગુજરાતના મોટા ભાગના પાટીદાર હાર્દિક પટેલના નિવેદનથી તેઓ નારાજ જોવા મળતા હતા. જિલ્લાના ઉંઝા તાલુકાના ઉનાવા ખાતે હાઇવે પર ભાજપ દ્વારા હાર્દિક પટેલનાં સ્વાગત માટે લગવાયેલા પોસ્ટરો પર પાટીદાર અગ્રણીઓએ કાળી શાહી ચોપડીને પોતાનો રોષ પ્રકટ કર્યો હતો. હાલ તો હાર્દિકના મોઢા પર અને નામ પર કાળી શાહી લગાવવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news