ગોંડલમાં વકીલોમાં રોષ, જિલ્લા કલેકટરના હુકમ સામે પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
હોસ્પિટલોમાં બેડ ખાલી હોવાથી હોમ આઇસોલેટ અથવા તો સામાજિક સંસ્થાઓને ઓક્સિજન સિલિન્ડર ન ભરી આપવાના હુકમનો વિરોધ કર્યો હતો.
Trending Photos
- હોસ્પિટલમાં બેડ ખાલી છે એટલે હોમ આઇસોલેશન દર્દી ને ઓક્સિજનની જરૂર નથી- કલેકટર
- સેવા કરતી સંસ્થાઓને સિલિન્ડર રીફીલ કરી દેવા પર મનાઇ
ગૌરવ દવે/ રાજકોટ: ગોંડલમાં જિલ્લા કલેકટરના હુકમ સામે વકીલો મેદાને આવ્યા છે. વકીલોએ રોષ ભેર પ્રાંત અધિકારી આવેદન પત્ર પાઠવ્યું હતું. હોસ્પિટલોમાં બેડ ખાલી હોવાથી હોમ આઇસોલેટ અથવા તો સામાજિક સંસ્થાઓને ઓક્સિજન સિલિન્ડર ન ભરી આપવાના હુકમનો વિરોધ કર્યો હતો.
ગોંડલની સામાજિક સંસ્થાઓ દ્વારા કોરોના કાળમાં ખૂટી પડેલા ઓક્સીજનની જરૂરિયાત પૂરી પાડવા તનતોડ મહેનત કરી સ્વખર્ચે નિશુલ્ક દર્દીઓને ઓક્સિજનના સીલીન્ડર અને ઓક્સિજન રિફીલિંગ કરી આપવામાં આવ્યા હતા. પરંતુ જિલ્લા કલેકટર દ્વારા તઘલખી નિર્ણય લઇ સામાજિક સંસ્થાઓને સિલેન્ડર રિફીલિંગ કરવા પર મનાઈ હુકમ કરવામાં આવતા ગોંડલ સેશન્સ ડિવિઝન અને સિવિલ કોર્ટ બાર એસોસિયેશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં બાર એસોસીએશનના પ્રમુખ આર.એસ.પટેલ, એડવોકેટ અમરીસ ભાઈ અગ્રાવત, સાવનભાઈ પરમાર, કલ્પેશભાઈ વ્યાસ, મંજુલાબેન પરમાર, દક્ષાબેન મકવાણા અને મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અરવિંદભાઈ ભાલાળા, મંગલમૂર્તિ મશીનરીના સ્વયંસેવક ઓમદેવસિંહ જાડેજા(પાલિકા સદસ્ય), વિમલભાઈ પિત્રોડા સહિતનાઓ જોડાયા હતા.
આ પણ વાંચો:- મ્યુકોરમાઇકોસિસના 50% દર્દીનાં મોત, કેસમાં ઉછાળો
આર.એસ.પટેલે જણાવ્યું હતું કે ખાનગી કે સરકારી હોસ્પિટલમાં લગભગ બધા બેડ ફૂલ છે દર્દીને તાત્કાલિક ઓક્સિજન આપવાની જરૂર પડે તો સિલિન્ડરથી ઓક્સિજન આપી શકાય અને દર્દીનો જીવ બચાવી શકાય તેમ છે. જે દર્દીને બહારગામ હોસ્પિટલમાં જવું પડે કે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડે તે સમયગાળા દરમિયાન અથવા તો હોસ્પિટલના વેઇટિંગ પીરિયડ દરમિયાન દર્દીને ઓક્સિજન સિલિન્ડર વગર એમ્બ્યુલન્સમાં ખાનગી વાહનમાં લઈ જવા પડે ત્યારે ઓક્સિજનના અભાવે દર્દીઓની સ્થિતિ જીવલેણ થઈ જાય છે. આવો પ્રતિબંધ કોઇપણ રીતે યોગ્ય નથી તો તાકીદે યોગ્ય પગલા લેવા માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે