ડાંગમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની અટકાયત, પોલીસ અને ધાનાણી વચ્ચે બોલાચાલી

ગુજરાત સરકાર આજે અન્નોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ગેસ તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે લોકોએ અનાજ માટે કાપલી કઢાવવા માટે દૂર સુધી જવું પડે છે

ડાંગમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની અટકાયત, પોલીસ અને ધાનાણી વચ્ચે બોલાચાલી

સ્નેહલ પટેલ/ ડાંગ: ગુજરાત સરકાર આજે અન્નોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ગેસ તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે લોકોએ અનાજ માટે કાપલી કઢાવવા માટે દૂર સુધી જવું પડે છે. તેમજ સરકાર દ્વારા અનાજના ગોડાઉન જે સરકાર માટે ખુલ્લા મુકવા જોઈએ એ મુક્યા ન હતા. તેમજ કોંગ્રેસ સરકારમાં ઓછા ભાવે ગેસનો બાટલો ઘર સુધી પોહચતો હતો જે આજે મોંઘો થયો છે. જેવા અનેક મુદ્દાને લઈ કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરી વિરોધ કરી રહી છે. ત્યારે મીડિયાને સંબોધન વખતે જ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની પોલીસે અટકાયત કરતા પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

ડાંગના વઘઈ ખાતે રહેતા બે આદિવાસી યુવાનોને ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોત થયા હતા જે બાદ જવાબદાર અધિકારી તેમજ પોલીસ કર્મીઓ સામે હત્યા અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી તેમની ધરપકડના કરાતા આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ બંને મૃતકોના પરિવારને મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. સાથે જ આવનારા સમયમાં તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે અને આ બંને પરિવારોને ન્યાય મળે તેના માટે કોંગ્રેસ આગામી સમયમાં આંદોલન પણ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news