કોરોનાઃ એલજી હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ 27 એપ્રિલ સુધી બંધ


એલજી હોસ્પિટલમાં મંગળવારે વધુ પાંચ ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ અત્યાર સુધી કુલ 19 લોકો કોરોનાનો ભોગ બની ચુક્યા છે.

કોરોનાઃ એલજી હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ 27 એપ્રિલ સુધી બંધ

અમદાવાદઃ કોરોના વાયરસના ઝપેટમાંથી ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ બની શક્યા નથી. એલજી હોસ્પિટલમાં અત્યાર સુધી 19 ડોક્ટરોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આ ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ 27 એપ્રિલ સુધી હોસ્પિટલને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંગળવારે એલજી હોસ્પિટલમાં વધુ પાંચ ડોક્ટરો કોરોનાથી સંક્રમિત થયા હતા. આ કારણે 40 લોકોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કામ કરતા 120 લોકોને અત્યાર સુધી ક્વોરેન્ટાઇન કરાયા છે. 

27 એપ્રિલ સુધી બંધ રહેશે હોસ્પિટલ
ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને કોરોનાનો ચેપ લાગતા સાવચેતીના ભાગ રૂપે મહાનગર પાલિકાએ 27 એપ્રિલ સુધી ઓપીડી અને ઇમરજન્સી સારવાર બંદ રાખવાનો નિર્ણય લીધો છે. સ્ટાફમાં કોરોના આવ્યા બાદ સારવાર માટે આવતા દર્દીઓમાં ચેપ ન લાગે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકો હાલ હોસ્પિટલમાં દાખલ છે તેનું ધ્યાન રાખીને સારવાર આપવામાં આવશે. 

હોસ્પિટલનો સ્ટાફ ક્વોરેન્ટાઇન
એલજી હોસ્પિટલમાં મંગળવારે વધુ પાંચ ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ અત્યાર સુધી કુલ 19 લોકો કોરોનાનો ભોગ બની ચુક્યા છે. કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા સ્ટાફના 140 જેટલા લોકોને પણ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તો આ ઘટના બાદ હોસ્પિટલના અન્ય કર્મચારીઓએ પણ કોરોના ટેસ્ટ કરવાની માગણી કરી છે. 

ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ચુકવવા પડશે 5થી 7 લાખ રૂપિયા

કોરોનાના ડર હેઠળ કામ કરી રહ્યો છે મેડિકલ સ્ટાફ
હોસ્પિટલમાં 19 જેટલા કોરોનાના કેસ આવતા ત્યાં કામ કરી રહેલા સ્ટાફને પણ કોરોનાનો ભય લાગી રહ્યો છે. જેથી મંગળવારે હોસ્પિટલના સ્ટાફ અને નર્સનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેઓએ કોરોના ટેસ્ટ કરવાની વિનંતી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news