જે લોકો ખેડૂતોનો વિકાસ નથી જોઇ શકતા એ લોકો જ આ કાયદાનો વિરોધ કરે છે: ભુપેન્દ્રસિંહ

જે લોકો ખેડૂતોનો વિકાસ નથી જોઇ શકતા એ લોકો જ આ કાયદાનો વિરોધ કરે છે: ભુપેન્દ્રસિંહ

* કૃષિ સુધાર બિલમાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે.
* આજે ભાવનગર ખાતે કૃષિ સુધારા બીલ અંગે યોજાય પ્રત્રકાર પરિષદ.
* શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા માં યોજાઈ પત્રકાર પરિષદ.
* મંત્રી વિભાવરીબેન દવે અને પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી રહ્યા ઉપસ્થિત.
* કૃષિ સુધારા બિલમાં ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તેવી એક પણ જોગવાઇ નથી.

ભાવનગર : રાજ્ય સરકારના કેબીનેટ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પુર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા આજે ભાવનગર સર્કીટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સંસદમાં દેશના કરોડો ખેડૂતોના હિતમાં પસાર કરવામાં આવેલ કૃષિ સુધારાઓના સંદર્ભે યોજેલ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.  જેમાં નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાયેલા કૃષિ સુધારાઓ આઝાદી બાદ દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પંથે અગ્રેસર બનાવવા માટે લેવાયેલું ક્રાંતિકારી અને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. 

એક તરફ કેન્દ્ર સરકાર ખેડૂતોને બમણી આવક થાય અને સમ્ર્રુદ્ધ બને તેવા ઉદેશ્ય સાથે કૃષિકાયદાઓ બનાવી ખેડૂતોના હિતનો વિચાર કરી રહી છે જયારે બીજી તરફ અન્ય વિરોધીપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી કૃષીબીલ નો વિરોધ કરાવી રહ્યું છે ત્યારે ભાવનગર ખાતેની પત્રકાર પરિષદમાં ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ સુધાર બિલનો એકમાત્ર ઉદ્દેશ આપણા અન્નદાતા એવા દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો, તેમની આવક બમણી કરવાનો છે, કૃષિ સુધાર બિલમાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે, કૃષિ સુધારા બિલમાં ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તેવી એક પણ જોગવાઇ નથી, રાજકીય વિરોધીઓ ફક્ત અને ફક્ત રાજકીય રોટલા શેકવા માટે દેશના કરોડો ખેડૂતોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અંગે અપપ્રચાર કરી ભ્રામકતા ફેલાવી રહ્યા છે, જગતનો તાત ખરા અર્થમાં તાત બની રહે, દુનિયાની ભૂખ ભાંગે તેમને પૂરતું વળતર મળી રહે, માન સન્માન મળી રહે એ પ્રકારની મહેનત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહી છે. 

અત્યાર સુધી આ દેશમાં ખેડૂત જ એવો હતો કે જે પાક પેદા પોતે કરે અને ભાવ બીજા નક્કી કરે.  પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો આ દેશમાં સારી રીતે અમલ થશે ત્યારે દેશનો ખેડૂત પોતાની જણસનો ભાવ પોતે નક્કી કરતો થશે.  વેપારીઓ, કંપનીઓ પોતાનો માલ ગમે ત્યાં વેચી શકે તો ખેડૂત પોતાનો માલ ગમે ત્યાં કેમ ન વેચી શકે ? કૃષિ સુધાર કાયદાઓ દ્વારા ખેડૂતોને દેશમાં ગમે ત્યાં પોતાની ઉપજ વેચવાનો હક્ક અપાયો છે. મોદી સરકારે સ્વામીનાથન કમિટીની ભલામણોનો અમલ કરી ખેડૂતોને કુલ ખર્ચની દોઢ ગણી MSP આપી જ્યારે જે લોકોએ સ્વામીનાથન કમિટીની ભલામણોને કે વર્ષ સુધી દબાવીને રાખી હતી અને લાગુ કરી ન હતી. તે લોકો આજે MSP બંધ થઇ જશે તેવો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે, કોન્ટ્રાક ફાર્મિંગ માટેના એગ્રીમેન્ટમાં માત્ર ઉપજનો જ કરાર થશે નહિ કે જમીનનો, એગ્રીમેન્ટ અને જમીનને કોઈ લેવા દેવા જ નથી. 

પરંતુ જેમની રાજકીય જમીન ખસી ગઈ છે તેઓ ખેડૂતોને તેમની જમીન જતી રહેશે તેવો ભય બનાવીને પોતાની રાજકીય જમીન શોધી રહ્યા છે.  એમ એસપી.  મુલ્ય મળતું રહ્યું છે, મળતું રહેશે, સરકારી APMC વ્યવસ્થા યથાવત રહેશે.  નવા કાયદામાં માર્કેટ યાર્ડને ખેડૂતો માટે વધુ સારી સેવાઓ આપવા માટે પ્રોત્સાહિત કરાશે  ખેડૂત જ પોતાની જમીનનો માલિક રહેશે.  કાયદા હેઠળ જમીનનું વેચાણ, ભાડે આપવી, ગીરવે મુદ્દા પર પ્રતિબંધ રહેશે.  દુનિયામાં આવનારી સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકારે દેશના ખેડૂતોના હિત માટે કાયદાઓ કર્યા છે. જયારે કેન્દ્રની ભાજપા સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારાઓ અગે રહેલી તમામ શંકાઓને દૂર કરવા તૈયાર છે.  

આજે ખેડૂતોને હાથો બનાવીને કોગ્રેસ સહિતના વિરોધ પક્ષો ખેડૂતોને ભ્રમિત કરી નિમ્નસ્તરનું રાજકારણ કરી રહ્યાં છે, ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હૈયે સદાયે ખેડૂતોનું હિત વસેલું છે, તેમના દ્વારા લેવાયેલું એક એક પગલું ખેડૂતોના ઉત્થાન માટે છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યના કિસાનો ખેડૂતવિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહિં, જયારે કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી.  MSP ટેકાના ભાવથી ખેતપેદાશોની ખરીદી થઈ રહી છે અને આગળ પણ થતી રહેશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાં એ જણાવ્યું કે, કોંગ્રેસના શાશનમાં વર્ષ 2013-14માં ડાંગરની MSP.  રૂ.. 1310, ઘઉંની રૂ. 1,350, મગફળીની રૂ.  4,000, રાયડાની 33,050 પ્રતિ કવિન્ટલ હતી જેની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાશનમાં વર્ષ 2020-21 માં ડાંગરની MSP  રૂ, 1 868, ઘઉંની રૂ.  1,925, અને વર્ષ 2019-20ના આંકડાઓ પ્રમાણે મગફળીની MSP થી ખરીદીનો ભાવ રૂ.5,275 /, રાયડાની રૂ.4,650 /- પ્રતિ કવિન્ટલ છે.ભાજપની કેન્દ્ર સરકારે છેલ્લાં 6 વર્ષમાં ખેડૂતોના હિતમાં જુદા જુદા પાકોની MSP માં અંદાજીત 40 % જેટલો વધારો કર્યો છે.

દાળ, મસૂર, મગ જેવા ઉત્પાદોની લધુત્તમ ટેકાના ભાવથી ખરીદી 2013-14માં કોંગ્રેસના શાસનમાં તો થતી જ ન હતી જ્યારે ભાજપા ના શાશનમાં તેની પણ MSP થી  ખરીદી કરવામાં આવી છે ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના નેતૃત્વની ભાજપ સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષમાં રૂ. 15 હજાર કરોડથી વધુના મૂલ્યની ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી કરી છે. આમ ભાજપાની સરકારમાં ખેત ઉત્પાદોની MSP માં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news