સરકારને શાળાઓમાં કોઈ રસ જ નથી! અહીં ધો.1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માત્ર એક જ શિક્ષક

Vadodara News: ગ્રામજનોના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષકો હોવાથી બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે.

સરકારને શાળાઓમાં કોઈ રસ જ નથી! અહીં ધો.1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માત્ર એક જ શિક્ષક

મિતેશ માલી/પાદરા: પાદરના દાજીપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા મચાવવામાં આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષકો હોવાથી બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે.

ખાસ કરીને વાત કરીએ તો પ્રાથમિક શાળામાં અગાઉ બે જેટલા શિક્ષકો આ શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા હતા પરંતુ એક શિક્ષક નું અવસાન થતાં અને અન્ય એક શિક્ષકની બદલી થતાં શાળામાં શિક્ષકોની ઘટ વર્તાઈ હતી ત્યારે હાલ જે શિક્ષક પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં અભ્યાસ કરાવી રહ્યા છે. તેઓ દિવ્યાંગ હોવાથી બાળકો પર પૂરતું ધ્યાન આપી શકતા નથી.

સમગ્ર બાબતે આજરોજ દાજીપુરા ગામના ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળા ખાતે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો વહેલી તકે તેઓની સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news