ઓનલાઇન લૂંટારુઓ ગુજરાતમાં બન્યા બેકાબૂ; આ રીતે નિવૃત બેંક મેનેજર સાથે 56 લાખની ઠગાઇ
રાજકોટના નિવૃત બેન્ક કર્મચારીઓ ડિજિટલ હરસમેન્ટ મામલે સાઇબર ક્રાઇમ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. જૂનાગઢ,પાટણ બનાસકાંઠા અને અમદાવાદના શખ્સોના બેંક ખાતાનો ઉપયોગ થયો હતો.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ નિવૃત બેંક મેનેજરને ડીઝીટલ એરેસ્ટ કરી 56 લાખની ઠગાઈનો કેસ મામલે સાઇબર ક્રાઇમ એ સાત આરોપીઓની ધરપકડ કરી છે. શહેરમાં નિવૃત બેંક મેનેજર મહેન્દ્ર મહેતા સાથે ઠગાઈ થઈ હતી. સાયબર ક્રાઇમ દ્વારા 7 શખ્સોની કરી ધરપકડ છે. મુખ્ય આરોપીઓ કમ્બોડિયાના હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે.
- ગુજરાત પોલીસે સાયબર ગઠિયાઓ પર કસ્યો સકંજો..
- નિવૃત બેંક મેનેજર સાથે 56 લાખની ઠગાઇ..
- 7 શખ્સોએ બેંક ખાતા આપ્યા હતા ભાડે !..
- કંબોડિયાનો માસ્ટર માઈન્ડ સામે કસાસે ગાળિયો...
- ઓડીસા અને મહારાષ્ટ્રના બેંક ખાતામાંથી થયા રૂપિયા ટ્રાન્સફર..
રાજકોટના નિવૃત બેન્ક કર્મચારીઓ ડિજિટલ હરસમેન્ટ મામલે સાઇબર ક્રાઇમ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. જૂનાગઢ,પાટણ બનાસકાંઠા અને અમદાવાદના શખ્સોના બેંક ખાતાનો ઉપયોગ થયો હતો. દરેક ખાતામાં રૂ. 5 લાખ થી રૂ. 10 લાખ સુધીની રકમ જમા થઈ હતી. તમામ આરોપીઓએ બેંક ખાતા ભાડે આપ્યા હોવાનું ખુલ્યું છે. દરેક બેંક ખાતા દીઠ સાયબર ગઠિયાઓ રૂ. 2000 થી 15000 સુધીનું ભાડું ચૂકવતા હતા. પોલીસ તપાસમાં ધરપકડનો આંક હજુ વધે તેવી શકયતાઓ છે આરોપીઓ જૂનાગઢ,પાટણ,અમદાવાદ ના રહેવાસી છે.આજે સાતેય આરોપીઓને કોર્ટમાં ચાર દિવસના રીમાંડ માટે રજૂ કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે રાજકોટ એસીપી ક્રાઇમ એ માહિતી આપી હતી.આવા પ્રકારના ગુન્હા આંતરરાષ્ટ્રીય હોય,વધુ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે.ડિજિટલ હરેસમેન્ટ ના કેસમાં સાઇબર ક્રાઇમ દ્વારા મુખ્ય સૂત્રધારો ન પકડવા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી હતી. મુખ્ય આરોપીઓ કંબોડિયા ના હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે. આરોપીઓ આઈ.પી કંમ્બોડિયાના નીકળ્યા છે. મુખ્ય આરોપી કંમ્બોડિયા હોવાનું સામે આવ્યું છું. જ્યારે ભારતમાં ઓડીસા અને મહારાષ્ટ્રના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે મહારાષ્ટ્રના બેંક એકાઉન્ટમાંથી 5 લાખ પોલીસે ફ્રીઝ કરી રીટર્ન કર્યા છે. જ્યારે ઓડીસાના બેંક એકાઉન્ટમાંથી 7 લોકોના ખાતામાં રૂપિયા જમા થયા હતા. જે રૂપિયા ATM થી રોકડ ઉપાડી આંગણીયા પેઢી મારફતે હવાલો પાડવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.
આરોપીઓના નામ
1. મહેકકુમાર ઉર્ફે મયંક નીતિનભાઈ જોટાંગિયા.. જુનાગઢ
2. હિરેનકુમાર મહેશભાઈ સુબા જૂનાગઢ
3. પઠાણ મોહમ્મદ રિઝવાન ઈલાજશાં.અમદાવાદ
4. પરેશભાઈ ખોડાભાઈ ચૌધરી પાટણ.
5. કલ્પેશભાઈ ખોડાભાઈ ચૌધરી પાટણ.
6. વિપુલભાઈ લાલુભાઇ દેસાઈ પાટણ.
7. વિપુલભાઈ જેઠાભાઈ નાયક અમદાવાદ
આ કેસમાં ચાલતો બેંકના ખાતાધારકો ને પકડવામાં આવ્યા છે.. આવા કિસ્સાઓમાં મોટાભાગે આંતરરાષ્ટ્રીય આરોપીઓ હોય છે..મુખ્ય આરોપીઓને પકડવા માટે પોલીસે પણ ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે ત્યારે આ કેસમાં રાજકોટ પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.. સાથે જ લોકોને પણ સાવચેત રહેવા માટે રાજકોટ પોલીસના અધિકારીઓએ અપીલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે