અમદાવાદના પ્રખ્યાત મંદિરના સાધુએ યુવક પર કરાવ્યો હુમલો! દાદાગીરીનો વિડિયો CCTVમાં કેદ
નારોલ પોલીસે તોડફોડ અને મારામારી ના કેસ માં કહેવાતા સાંસારિક સાધુ જગદીશ મહારાજ, રોહિત રાજપૂત અને કિરણબેન સહિત અન્ય સામે ફરિયાદ નોંધી હતી . ત્યારે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરતા સમગ્ર મામલે નારોલ પોલીસે બે મહિલા તેમજ 6 પુરુષોની ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના પ્રખ્યાત મંદિરના કહેવાતા સાધુએ દાદાગીરી કર્યાનો બનાવ નારોલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. નારોલ પોલીસે કહેવાતા સાધુના માતા, પત્ની સહિત 8ની ધરપકડ કરી ફરાર કહેવાતા સાધુની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. આ આંતક મચાવનાર એક કહેવાતા સાધુ અને તેના સેવકો છે. ઘટના છે નારોલ વિસ્તારમાં આવેલા પૂજા રેસિડેન્સીની. આ સોસાયટીમાં રહેતા આકાશ ગુપ્તા અને તેમનો પરિવાર રાત્રે ફટાકડા ફોડી તહેવાર ની ઊજવણી કરી રહ્યા હતા ત્યારે જ પાડોશમાં રહેતા કહેવાતા અને સાંસારિક સાધુ જગદીશ મહારાજે ફટાકડા ફોડવા ની ના પાડી જેમાંથી બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યાર બાદ કહેવાતા સાંસારિક જગદીશ મહારાજે તેના બોડીગાર્ડ અને ભારતી આશ્રમ ખાતેના સેવકો ને બોલાવ્યા હતા. જે લોકો લાકડીઓ અને પાઇપો લઈને ઘરમાં ઘુસી ગયા હતા અને પરિવાર પર હુમલો કરીને ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરીને આંતક મચાવી દીધો હતો. આ સમગ્ર ઘટના CCTV અને વિડીઓમાં કેદ થઈ હતી. આ હુમલામાં પરિવારના 3 જેટલા સભ્યો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ કહેવાતા સાંસારિક સાધુની દાદાગીરીથી પરિવાર માં દર ફેલાય ગયો.
નારોલ પોલીસે તોડફોડ અને મારામારી ના કેસ માં કહેવાતા સાંસારિક સાધુ જગદીશ મહારાજ, રોહિત રાજપૂત અને કિરણબેન સહિત અન્ય સામે ફરિયાદ નોંધી હતી . ત્યારે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરતા સમગ્ર મામલે નારોલ પોલીસે બે મહિલા તેમજ 6 પુરુષોની ધરપકડ કરી છે. પોલીસે જગદીશ મહારાજના માતા ઉમાબેન અને ભાભી કિરણબેનની ધરપકડ કરી છે. ઝડપાયેલા પૈકી એક કહેવાતા સાધુ જગદીશ મહારાજાનો બોડીગાર્ડ છે એનું એક મહાવત છે જે જગન્નાથ મંદિર ખાતે હાથીઓની દેખભાળ કરે છે અને અન્ય ચાર સરખેજ ખાતે ભારતી આશ્રમમાં રહીને અભ્યાસ કરતા અને સેવા કરતા હોવાનું સામે આવ્યું છે. 8 આરોપી પૈકી નમન ફોજદાર જગદીશ મહારાજાનો પર્સનલ સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. અન્ય આરોપી બાદલ નાયક હાથીખાનામાં હાથીની સારસંભાળ અને મહાવત છે. ધર્મપાલ ચૌધરી, નરેન્દ્ર ચૌધરી, દિલીપ ચૌધરી, સુજ્ઞાની ગુજ્જર આ ચાર સરખેજ ખાતે ભારતી આશ્રમ માં સેવા તેમજ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના પ્રખ્યાત મંદીર ના કહેવાતા સાંસારિક સાધુ તરીકે જાણીતા આ જગદીશ મહારાજની દાદાગીરી વિડીઓમાં કેદ થઈ છે. પોતાના ચેલાઓને બોલાવીને ગુપ્તા પરિવાર પર હુમલો કરાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આકાશ ગુપ્તા જમાલપુરમાં કરીયાણાની દુકાનમાં વેપાર કરે છે. જ્યારે છેલ્લા 4 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. જગદીશ મહારાજ 2 વર્ષ પહેલાં પાડોશમાં રહેવા આવ્યા છે. ગયા વર્ષે પણ દિવાળીના પર્વમાં બન્ને પરિવાર વચ્ચે ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો, પરંતુ સમાધાન થઈ ગયું હતું જેથી પોલીસ ફરિયાદ થઈ નહતી. જોકે આ વર્ષ ફરિયાદને આધારે પોલીસે આઠ આરોપીઓનો ધરપકડ કરી છે અને મહારાજ સહિત અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે