અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે એક વ્યક્તિએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે કરી અટકાયત

પોતાને ન્યાય ન મળતા 2 ઓગસ્ટના રોજ પોતે આત્મવિલોપન કરશે તેવી અરજી તેણે જિલ્લા પંચાયતમાં કરી હતી.
 

 અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે એક વ્યક્તિએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે કરી અટકાયત

ગૌરવ પટેલ/અમાદવાદઃ જિલ્લા પંચાયત ખાતે એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી હતી. અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના બડોદરા ગામે ભદ્રેશ ઠાકોર નામનો યુવાન પોતાના પરિવારની સાથે રહી છે. આજથી 24 વર્ષ પહેલા ગામના એક વ્યક્તિએ ભુપેન્દ્રના ઘરની બાજુમાં પાનનો ગલ્લો શરૂ કર્યો હતો. આ ગલ્લાને કારણે તેના ઘર બહાર અસામાજીત તત્વોનો અડ્ડો જામે છે. આથી પરિવારની મહિલાઓને બહાર નિકળવામાં મુશ્કેલી પડે છે. ત્યારે આને લઈને યુવક દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્રએ કોઇ પગલા ન લેતા આખરે કંટાળીને તેના દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

પોતાને ન્યાય ન મળતા 2 ઓગસ્ટના રોજ પોતે આત્મવિલોપન કરશે તેવી અરજી તેણે જિલ્લા પંચાયતમાં કરી હતી. ગુરૂવારે બપોરે આશરે 1 કલાકે ભુપેન્દ્ર રિક્ષામાં જિલ્લા પંચાયત પહોંચ્યો અને પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો જોકે અગાઉથી જ બંદોબસ્તમાં રહેલી પોલીસે તેની અટકાયત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આત્મવિલોપનની ચીમકી અને આત્મવિલોપન કરવાના બનાવો વધી રહ્યાં છે. જ્યારે કોઇપણ વ્યક્તિને તંત્ર પાસેથી ન્યાય ન મળે તો તેના દ્વારા આત્મવિલોપનની ધમકી આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news