સાવજ પર આફત વચ્ચે લાયન શોનો નવો વીડિયો વાઇરલ

ખુરશી પર બેસી એક શખ્સ સિંહણને મરઘી બતાવી ગેરકાયદેસર લાયન શો કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સાવજ પર આફત વચ્ચે લાયન શોનો નવો વીડિયો વાઇરલ

અમદાવાદ: સાવજ પર આફત વચ્ચે નવો વીડિયો વાઈરલ થયો છે. લાયન શોનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે. ખુરશી પર બેસી એક શખ્સ સિંહણને મરઘી બતાવી ગેરકાયદેસર લાયન શો કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયોમાં ખુરશી પર બેસી શખ્સ મરઘી બતાવી સિંહણને કૂતરાની જેમ લાળ પડાવી રહ્યો હોય તેવું જોવા મળે છે. આ અંગે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

ગીર ગઢડાના જંગલનો આ વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં ભક્તા નામથી જાણીતી સિંહણને એક શખ્સ ખુરશી પર બેસી મરઘી બતાવી લલચાવી રહ્યો છે. અગાઉ 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

તેઓ જામીન પર છૂટી ગયા છે. જામીન પર છૂટ્યાના એક મહિના બાદ ફરી ગેરકાયદેસર લાયન શોનો વીડિયો વાયરલ થયો છે.

ગેરકાયદેસર લાયન શો આ શખ્સો દ્વારા જ કરવામાં આવી રહ્યો છે કે અન્યો દ્વારા તે અંગે પણ વન વિભાગ તપાસ હાથ ધરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news