અમેરિકામાં ગુજરાતીની હત્યા : મૂળ નવસારીના મોટલ માલિકને સ્થાનિકે પંચ મારીને મોતને ઘાટ ઉતાર્યા

Gujaratis Murder In America : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, અમેરિકન શખ્સે પંચ મારીને નીચે પડક્યા, ઓકલાહો શહેરનો બનાવ, મૂળ નવસારીના બિલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા

અમેરિકામાં ગુજરાતીની હત્યા : મૂળ નવસારીના મોટલ માલિકને સ્થાનિકે પંચ મારીને મોતને ઘાટ ઉતાર્યા

Gujaratis In America : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યાની ઘટના બની છે. મૂળ નવસારીના બિલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરાઈ છે. કચરો ઉઠાવવા જેવી નજીબી બાબતમાં હેમંત મિસ્ત્રીને માથાકૂટ થઈ હતી. જેમાં વિદેશી વ્યક્તિએ હેમંત મિસ્ત્રીને મારતા તેઓ નીચે પટકાયા હતા. નીચે પડતાની સાથે બેભાન થયા બાદ મૃત્યુ નિપજ્યું હુતં. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. 

અમેરિકન શખ્સે જોરદાર પંચ માર્યો 
વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ બીલીમોરના હેમંત મિસ્ત્રી અમેરિકાનાં ઓકલાહોમા શહેરમાં રહેતા હતા. તેઓ આ શહેરમાં પોતાની મોટલ ધરાવે છે. કચરો ઉઠાવવાની નજીવી બાબતે રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ મોટલ માલિક હેમંત મિસ્ત્રીને જોરદાર પંચ માર્યો હતો. રિચર્ડના પંચથી મોટેલ માલિક હેમંત જમીન પર પટકાતા બેભાન થયા હતા. 

આરોપીની ધરપકડ કરાઈ
તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા, પણ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રિચર્ડ લેવિસની ધરપકડ કરી છે. તો બીજી તરફ, બીલીમોરામાં હેમંત મિસ્ત્રીના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. 

ગુજરાતીઓનો ભોગ લેતી અમેરિકાની ઘરતી
વિદેશની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી. છતાં ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી. વિદેશમાં વધુ એક ગુજરાતીને નિર્દતાથી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. તેમાં પણ અમેરિકાની ધરતી તો પહેલાથી જ ગુજરાતીઓ માટે અસલામત રહી છે. આવામાં વધુ એક ગુજરાતીની અમેરિકામાં નિર્દયી રીતે હત્યા કરવામાં આવી છે. હેમંત મિસ્ત્રીના મોતથી સ્થાનિક ગુજરાતીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news