PM મોદીના વધુ એક સ્વપ્નને મળી ઉડાન, અમદાવાદમાં દેશની પ્રથમ સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબ શરૂ

સ્પેસ ક્ષેત્રે ઈસરો દ્વારા પ્રાઇવેટ સેક્ટર ખોલવા અંગે પીએમ મોદીએ એક મહત્વની જાહેરાત કરી હતી. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વધુ એક સ્વપ્નને ઉડાન મળી છે.

PM મોદીના વધુ એક સ્વપ્નને મળી ઉડાન, અમદાવાદમાં દેશની પ્રથમ સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબ શરૂ

અતુલ તિવારી/અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વધુ એક સ્વપ્નને ઉડાન મળી છે. જી હા. તમે જે સાંભળ્યું તે સાચું છે. અગાઉ સ્પેસ ક્ષેત્રે ઈસરો દ્વારા પ્રાઇવેટ સેક્ટર ખોલવા અંગે પીએમ મોદીએ જાહેરાત કરી હતી. ત્યારે IN-SPACe, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળની સ્વાયત્ત નોડલ એજન્સીએ સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબની સ્થાપન કરી છે. અમદાવાદના બોપલમાં IN-SPACe ખાતે દેશની પ્રથમ સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબ શરૂ થઈ ગઈ છે.

ઇસરોના ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના સેક્રેટરી એસ.સોમનાથ દ્વારા સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. IN-SPACe એટલે કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ખાતે બનેલી લેબમાં સ્ટાર્ટ અપને તક આપવામાં આવશે. IN-SPACe દ્વારા સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબના માધ્યમથી ખાનગી ક્ષેત્ર માટે અવકાશ ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા છે. સ્ટાર્ટ અપને અવકાશ ક્ષેત્રમાં તક આપવાથી સ્પેસ સેક્ટરના GDPમાં વર્તમાન યોગદાનને 2 ટકાથી વધારી 10 ટકા કરવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. સ્પેસ ક્ષેત્રે ઉત્સાહી સ્ટાર્ટ અપને IN-SPACe એ મિશન પ્લાનિંગથી લઈ RF, માળખાકીય અને થર્મલ ડિઝાઇન અને સ્પેસ સિસ્ટમના વિશ્લેષણ માટે જરૂરી સિમ્યુલેશન સાધનોથી સજ્જ ડિઝાઇન લેબની મદદ કરાશે. 

No description available.

IN-SPACe ના ચેરમેન ડોકટર પવન ગોએન્કાએ કહ્યું કે, અવકાશ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી જરૂરી બની છે. IN-SPACe સિમ્યુલેશન દ્વારા ISRO ના કાર્યને આગળ વધારશે. ઇન સ્પેસ દ્વારા 2020 થી 2022માં સ્ટાર્ટ અપને તક આપવાની પોલિસી તૈયાર કરવામાં આવી છે. હાલના તબક્કે વર્ષમાં 25 જેટલા ઉપયોગી સ્ટાર્ટ અપને 1 કરોડ રૂપિયા સુધીની આર્થિક સહાય કરાશે. રીટાયર સાયન્ટિસ્ટની મદદ પણ મેન્ટર તરીકે સ્ટાર્ટ અપને પુરી પાડવામાં આવશે.

No description available.

IN-SPACe ના ચેરમેન ડોકટર પવન ગોએન્કાએ વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રની કોઈપણ વ્યક્તિએ સ્પેસ ક્ષેત્રે કામ કરવા અમારા સુધી આવવા માટે કોઈને ફોન કે ઇમેઇલ કરવાની જરૂર નથી. inspace.gov.in વેબસાઈટ પર જઈ સારા સ્ટાર્ટઅપ અમારો સંપર્ક કરી શકે છે. IN-SPACe દ્વારા હાલ કેટલાક IIT માં સ્પેસને લાગતા કોર્સ ચાલી રહ્યા છે, આગામી દિવસમાં જુદી જુદી યુનિવર્સીટીમાં પણ સ્પેસને લગતા અભ્યાસક્રમ શરૂ કરાશે. કોલેજ, યુનિવર્સીટીઓમાં અભ્યાસ કરતા બાળકો પણ સ્પેસ વિશે માહિતગાર થાય અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે મદદરૂપ થઇ શકે તે હેતુથી ઈસરો તરફથી પ્રયાસ હાથ ધરાશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news