અમદાવાદ: નારોલમાં પટેલ એસ્ટેટમાં થયેલા બ્લાસ્ટ મામલે એકની ધરપકડ

અમદાવાદનાં નારોલની મોની હોટેલની સામે આવેલા પટેલ એસ્ટેટમાં ગુરૂવારે તારીખ 20નાં રોજ સવારે ભયાનક ધડાકા સાથે બે મજૂરોના મોત નીપજ્યાં હતાં. એસ્ટેટમાં કામ કરાવનાર અશ્વિન અસારા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની ત્યાં જમીન અને દુકાન હતી અને અગાઉ બ્લાસ્ટ થયો હતો તે જાણવા છતાં તેણે મજૂરો પાસે કામ કાવ્યું જેથી તેની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ: નારોલમાં પટેલ એસ્ટેટમાં થયેલા બ્લાસ્ટ મામલે એકની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદનાં નારોલની મોની હોટેલની સામે આવેલા પટેલ એસ્ટેટમાં ગુરૂવારે તારીખ 20નાં રોજ સવારે ભયાનક ધડાકા સાથે બે મજૂરોના મોત નીપજ્યાં હતાં. એસ્ટેટમાં કામ કરાવનાર અશ્વિન અસારા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની ત્યાં જમીન અને દુકાન હતી અને અગાઉ બ્લાસ્ટ થયો હતો તે જાણવા છતાં તેણે મજૂરો પાસે કામ કાવ્યું જેથી તેની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.
     
નારોલ-ઇસનપુર રોડ પર આવેલ પટેલ એસ્ટેટમાં બપોરના ગત ગુરૂવારે 12 વાગ્યાના અરસામાં એક ભેદી બ્લાસ્ટનો બનાવ બન્યો. એસ્ટેટમાં બે મંજૂરો ખોદકામ કરી રહ્યા હતા અને જમીનમાંથી અચાનક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કામ કરી રહેલા બે મંજુરોના શરીરના ટુકડે ટુકડા થઇ ગયા હતા. અને એક કિલો મીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. જેના કારણે લોકો દુકાન અને ઘરની બહાર નિકળી ગયા હતા. ઘટના પગલે ફાયર વિભાગ દોડી આવ્યુ હતુ. જેને લઇને બેદરકાર એક વ્યક્તિ સામે ઇસનપુર પોલીસે એટ્રોસિટી એક્ટ અને આઇપીસી 304 મુજબ ગુનો નોંધ્યો છે.

142મી રથયાત્રની: ભગવાન જગન્નાથજીની હજારો કિલો મગના પ્રસાદીની તૈયારી શરૂ

જો કે હજુ પણ પોલીસને બ્લાસ્ટ પાછળનુ કારણ જાણવા નથી મળ્યું અને એફએસએલના રિપોર્ટની પોલીસ રાહ જોઇને બેઠી છે. પણ પોલીસે બેદરકાર અશ્વિનની ધરપકડ કરી છે. બે મહિના પહેલા પણ એક મજુરને ગેસ નિકળવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇસનપુરમાં જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી તેના જ પિતા તે વખતે ભોગ બન્યા હતા. પણ તે સમયે આરોપી અશ્વિને તેમને સારવાર કરાવી પાંચ હજાર રૂપિયા આપી મામલો રફેદફે કર્યો હતો.

મહિલા ASIએ તેના પતિ વિરૂદ્ધ નોધાવી પોલીસ ફરિયાદ, 20 લાખનું માગ્યું દહેજ

આ જગ્યા પર સોલ્વન્ટને લગતું કામ કરવામાં આવતું હોય છે જેથી અંદર કોઇ ભેદી ગેસ હોવાની જાણ હોવા છતાં અશ્વિને બે મજૂરોને ફરી ખોદકામ માટે મોકલ્યા અને આ ઘટના બની હતી. આરોપી અશ્વિન ત્યાં બે દુકાનો ધરાવે છે અને તેણે અગાઉ પણ આ જ મજૂરોના પરિવારને કામ માટે બોલાવ્યા હતા. અને બે મહિના પહેલા આ જ ઘટના બની હતી જો કે કોઇ ખાસ જાનહાનિ થઇ ન હતી. પણ ફરી એક વાર અશ્વિને બેદરકારી દાખવતા બે લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો.

            
આ ઘટનામાં ખાળકુવાના ગેસનો હોવાનુ પોલીસ નથી માની રહી અને તેથી જ પોલીસ એફએસએલના રિપોર્ટની રાહ જોઇ રહી છે. પણ અશ્વિનની બેદરકારી હોવાથી પોલીસે આ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. આ વિસ્તારમાં કેમિકલના અનેક ગેરકાયદે ટેન્કરો બહારથી લાવી ઠાલવવામાં આવે છે જે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. કેમિકલ ફેકટરીમાં પણ યોગ્ય તપાસ થશે તો બ્લાસ્ટનું કારણ બહાર આવી શકે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news