ફરી એકવાર કુમાર કાનાણી હવે લડી લેવાના મૂડમાં! ખાડીની સફાઈ મુદ્દે આંદોલનની ચીમકી

સુરત શહેરની મધ્યમાંથી પસાર થતી ખાડી એક સમયે એ લોકો માટે ડ્રેનેજ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ હતો. જોકે હવે સમગ્ર સુરતમાં ડ્રેનેજ નેટવર્ક સ્થાપવામાં આવતા સુરત શહેરમાં ખાડી માત્ર ગંદકીનું ઘર સાબિત થઈ રહ્યું છે.

ફરી એકવાર કુમાર કાનાણી હવે લડી લેવાના મૂડમાં! ખાડીની સફાઈ મુદ્દે આંદોલનની ચીમકી

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમા ખાડી મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણી સાબિત લોકો અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ નક્કર કાર્યવાહી નહિ થતા કુમાર કાનાણીની ધીરજ ખૂટી છે અને હવે તેમણે સ્થાનિકો સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સુરત શહેરની મધ્યમાંથી પસાર થતી ખાડી એક સમયે એ લોકો માટે ડ્રેનેજ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ હતો. જોકે હવે સમગ્ર સુરતમાં ડ્રેનેજ નેટવર્ક સ્થાપવામાં આવતા સુરત શહેરમાં ખાડી માત્ર ગંદકીનું ઘર સાબિત થઈ રહ્યું છે. ખાડી કાંઠે રહેતા અનેક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે એ ખાડીમાં થતી ગંદકીના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. સાથે સાથે અસહ્ય દુર્ગંધ પણ ખાડીના કારણે ફેલાઈ રહી છે. 

આજ મુદ્દે સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રને રજૂઆત કરતો લેટર પણ લખ્યો હતો. ગઈકાલે મનપા ખાતે મળેલી ધારાસભ્ય સાંસદની સંકલન બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડી સફાઈ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. અનેક વખત રજૂઆત કરવા છતાં અત્યાર સુધી ખાડીના પ્રશ્નનો કોઈ હલ થયો નથી. સ્થાનિકોની પણ અનેક વખત ખાડી સફાઈ માટેની માંગ રહી છે. 

થોડા સમય પહેલા જ ખાડી કાંઠે આવેલી સોસાયટીના પ્રમુખો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી કુમાર કાનાણી પણ આજ મુદ્દાને લઇ રજૂઆત કરી ચૂક્યા છે. જોકે હજી સુધી હાલ નહીં થતા સ્થાનિકો સાથે આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news