રાજકોટ: યાજ્ઞિક રોડ પર દુકાનમાં લાગેલી આગ કાબૂમાં, ફાસયેસા લોકોનું કરાયું રેસ્ક્યુ
રાજકોટના યાજ્ઞિન રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કોમ્પલેક્ષમાં 10 જેટલા લોકો ફસાયા હોવાથી ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યું શરૂ કરવામાં આવ્યું છે.
Trending Photos
સત્યમ હંસોરા/રાજકોટ: રાજકોટના યાજ્ઞિન રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. પાંચ જેટલી ફાયરની ટીમ સતત પાણીનો મારો કરતા હોવા છતા પણ આગા પર કાબૂ મેળવી શકાયો નથી.
દુકાનોમાં લાગેલી આગ વિકરાળ બનતા 3 દુકાનો તેની ઝપેટમાં આવી ગઇ છે. આહને કારણે ધુમાડાના ગોટેગાટા ઉડી રહ્યા છે. મોટી સંખ્યામાં કોમ્પલેક્ષના લોકોને ભારે હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે. 10 જેટલા લોકો ફસાઇ જવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ફાયરની ટીમ દ્વારા લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા.
કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલી એક દુકાનના માલિક બપોરના સમયે જણવા ઘરે જતા દુકાનામાં શોર્ટ શર્કિટને કારણે આગ લાગી હતી. આગના વિકરાળ સ્વરૂપને કારણે કોમ્પલેક્ષમાં લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે, આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત કરવામાં આવી રહી છે. ફાયરની ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ચામડાના ગોડાઉનમાં આગ લાગવાને કરાણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે