Omicron: ગુજરાતમાં એક દિવસમાં ઓમિક્રોનના રેકોર્ડ 9 કેસ, કુલ સંખ્યા 23 થઈ

રાજ્યમાં કોરોનાની સાથે હવે ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે મહેસાણા, આણંદ અને અમદાવાદમાં ઓમિક્રોનના નવા કેસ નોંધાયા છે. 
 

Omicron: ગુજરાતમાં એક દિવસમાં ઓમિક્રોનના રેકોર્ડ 9 કેસ, કુલ સંખ્યા 23 થઈ

ગાંધીનગરઃ રાજ્યમાં હવે ઓમિક્રોનના કેસે ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં એક દિવસમાં ઓમિક્રોનના રેકોર્ડ 9 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 23 થઈ ગઈ છે. જેમાંથી ચાર લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 19ની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં આજે આણંદ, અમદાવાદ અને મહેસાણામાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે.

મહેસાણા અને આણંદમાં બે-બે કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે ગુજરાતમાં મહેસાણા અને આણંદમાં બે-બે ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. મહેસાણામાં પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલી બે મહિલા જેમાં એકની ઉંમર 49 અને બીજાની 65 વર્ષ છે. તો આણંદમાં ટાન્ઝાનિયાથી આવેલ એક 39 અને એક 33 વર્ષીય બે પુરૂષ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. 

અમદાવાદમાં પાંચ કેસ સામે આવ્યા
અમદાવાદમાં કોંગોથી આવેલી એક 32 વર્ષીય મહિલા અને એક 8 વર્ષની બાળકી ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. તો દુબઈથી આવેલી એક મહિલામાં પણ ઓમિક્રોનથી પુષ્ટિ થઈ છે. જ્યારે એક 42 વર્ષીય પુરૂષ જે ટાન્ઝાનિયાથી આવ્યો હતો, તેનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિલ આવ્યો છે. તો એક યુકેથી આવેલી 40 વર્ષીય મહિલા પણ ઓમિક્રોનથી સંક્રમિત મળી છે. 

ગુજરાતમાં અત્યાર સુધી 23 કેસ નોંધાયા
ગુજરાતમાં આજની તારીખ સુધી ઓમિક્રોનના કુલ 23 કેસ નોંધાયા છે. જેમાં જામનગરમાં ત્રણ કેસ નોંધાયા હતા, હાલ આ ત્રણેય દર્દીને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. આ સિવાય સુરતમાં બે કેસ સામે આવ્યા છે. તો ગાંધીનગરમાં એક કેસ સામે આવ્યો છે. મહેસાણામાં ત્રણ અને વડોદરામાં પણ ત્રણ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોનના કુલ સાત અને રાજકોટમાં એક કેસ નોંધાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news