જો કોરોનાથી બચવું હોય તો ગુજરાતનો આ જિલ્લો છે સૌથી સુરક્ષીત, છે જડબેસલાક વ્યવસ્થા

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થતાં તંત્ર એલર્ટ બન્યું છે. જેને પગલે ભાવનગરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન અધેલાઈ અને કેરિયાઢાળ પાસે ચેકપોસ્ટ કાર્યરત કરી અન્ય રાજ્યો કે જિલ્લામાંથી ભાવનગર તરફ આવતા લોકોના કોરોના અંતર્ગત રાત-દિવસ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જો કોરોનાથી બચવું હોય તો ગુજરાતનો આ જિલ્લો છે સૌથી સુરક્ષીત, છે જડબેસલાક વ્યવસ્થા

નવનીત દલવાડી/ભાવનગર : રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થતાં તંત્ર એલર્ટ બન્યું છે. જેને પગલે ભાવનગરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન અધેલાઈ અને કેરિયાઢાળ પાસે ચેકપોસ્ટ કાર્યરત કરી અન્ય રાજ્યો કે જિલ્લામાંથી ભાવનગર તરફ આવતા લોકોના કોરોના અંતર્ગત રાત-દિવસ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભાવનગર શહેર અને જીલ્લામાં ફરી કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા ૫ દિવસમાં ૧૭ જેટલા કેસો મળી કુલ ૩૨ કોરોના પોઝીટીવ કેસો તેમજ વધુ એક વ્યક્તિનું કોરોનાથી મોતને પગલે તંત્રમાં દોડધામ મચી છે. ઉપરાંત કોરોનાનો નવો વેરિયન્ટ એવા ઓમીક્રોનના કેસો પણ સૌરાષ્ટ્રમાં નોંધાતા હવે તંત્ર વધુ એલર્ટ બન્યું છે. જેથી ભાવનગર શહેર અને જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને રોકવા તંત્ર દ્વારા શહેરના પ્રવેશદ્વાર સમી બંને ચેકપોસ્ટ અધેલાઈ અને કેરીયાઢાળ પર ભાવનગર તરફ આવતા સરકારી બસો, ખાનગી વાહનોને રોકી તેમાં મુસાફરી કરી રહેલા લોકોના કોરોના વેકસીન અંગેના સર્ટીફીકેટની ચકાસણી, જરૂર પડે ટેમ્પરેચર ગનથી ટેસ્ટીંગ તેમજ શંકાસ્પદ વ્યક્તિના રેપીડ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. બંને ચેકપોસ્ટ પર ભાવનગર જીલ્લાની આરોગ્ય ટીમ ખાસ ફરજમાં જોડાય છે. જયારે હાલ વાહનોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મુસાફરી નથી કરતા તેવા દ્રશ્યો નજરે પડે છે, ત્યારે સરકારી વાહનો માં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી મુસાફરી કરે તે જરૂરી બન્યું છે.
શહેર અને જીલ્લામાં વધતા કોરોના સંક્રમણને રોકવા તંત્ર સજ્જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીલ્લાના પ્રવેશદ્વાર અધેલાઈ અને કેરીયાઢાળ ચેકપોસ્ટ પર રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જીલ્લામાં આવતા તમામ મુસાફરોનું ટેમ્પરેચર ગનથી ટેસ્ટીંગ થઇ રહ્યું છે. જરૂર જણાય તેવા શંકાસ્પદ લોકોના રેપીડ ટેસ્ટ પણ સ્થળ પર જ કરવામાં આવે છે. જીલ્લા આરોગ્યની ટીમ અને પોલીસ ટુકડી ખાસ ફરજ પર છે. કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિ જિલ્લામાં પ્રવેશે નહી તેવી તકેદારી રાખવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news