પેરિસ ઓલમ્પિક મેડાલિસ્ટ ભારતીય ખેલાડીએ ઠુકરાવી સરકારી નોકરીની ઓફર, કહ્યું; મારો પરિવાર...
Sarabjot Singh : પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં 6 મેડલ આવ્યા છે. નીરજ ચોપરાએ જેવલિનમાં દેશને સિલ્વર મેડલ જીતાડ્યો અને બાકીના 5 બ્રોન્ઝ મેડલ ભારતના ખાતામાં આવ્યા. પરંતુ આમાંથી એક બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીને સરકારી નોકરીની ઓફર કરવામાં આવી હતી, જેને તેણે ફગાવી દીધી હતી. તેના પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું છે.
Trending Photos
Manu Bhaker Sarabjot Singh: પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં 6 મેડલ મળ્યા છે, જ્યારે નીરજ ચોપડાએ જેવલિનમાં દેશને સિલ્વર મેડલ જીતાડ્યો. જ્યારે બાકીના 5 બ્રોન્ઝ મેડલ પણ દેશને મળ્યા. પરંતુ તેમાંથી એક બ્રોન્ઝ મેડાલિસ્ટ ખેલાડીને સરકારી નોકરીની ઓફર આપવામાં આવી હતી, જેણે તે ખેલાડીએ ઠુકરાવી દીધી છે. તેના પાછળનું કારણ તે ખેલાડીએ જણાવ્યું છે. જોકે, ભારતને શુટિંગમાં મનુ ભાકરની સાથે મળીને મિક્સ્ડ ટીમ મેચમાં બ્રોન્ઝ મેડલ જીતાડનાર સરબજોત સિંહે આ ઓફર ઠુકરાવી છે. ઘરે પાછા ફરતા સરબજોતને હરિયાણા સરકારે નોકરીની ઓફર આપી, પરંતુ તેમણે ઠુકરાવી દીધી.
આખરે કેમ ઠુકરાવી નોકરીની ઓફર?
જોકે, સરબજોત સિંહને નથી લાગતું કે તેમના માટે આ સરકારી નોકરી કરવાનો યોગ્ય સમય છે, કારણ કે અત્યાર સુધી તેમણે પોતાનું લક્ષ્યાંક હાંસલ કર્યું નથી. સરબજોતે જણાવ્યું કે મારો પરિવાર મને સારી નોકરી કરતો જોવા માંગે છે, પરંતુ હાલ શુટિંગ તેમની પહેલી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, નોકરી સારી છે, પરંતુ હું અત્યારે લઈશ નહીં... હું પહેલા પોતાના શુટિંગ પર ફોક્સ કરવા માંગું છું.
પરિવાર પણ કહી રહ્યો છે કે...
ઓલમ્પિક મેડાલિસ્ટ સરબજોતે જણાવ્યું કે, મારો પરિવાર પણ મને સારી નોકરી કરવા માટે કહી રહ્યો છે, પરંતુ હું શુટિંગ કરવા માંગું છઠું. હું મારા નિર્ણય વિરુદ્ધ જવા માંગતો નથી, એટલા માટે હું અત્યારે નોકરી કરું શકું એમ નથી. તમને જણાવી દઈએ કે સરબજોત અને મનુએ સાથે મળીને પેરિસ ઓલમ્પિકની મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ જીતાડ્યો. એ પેરિસ ઓલમ્પિકમાં ભારતનો બીજો મેડલ હતો. અગાઉ મનુ ભાકરે મહિલાઓની શુટિંગ ઈવેન્ટમાં ભારતને પેરિસનો પહેલો મેડલ જીતાડ્યો, જે બ્રોન્ઝ હતો.
ગોલ્ડ મેડલ છે ટાર્ગેટ
સરબજોત સિંહનો આગામી ટાર્ગેટ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનો છે. 22 વર્ષના આ શૂટરની નજર લોસ એન્જલસમાં યોજાનાર 2028 ઓલમ્પિક ગેમ પર ટકેલી છે. પેરિસમાં ઈન્ડિવિઝુઅલ મેડલ જીતવામાં અસફળ રહ્યા બાદ આ યુવા શુટર ચાર વર્ષના સમયમાં ગોલ્ડ મેડલથી ઓછું કંઈ પણ હાંસલ કરવાનો લક્ષ્યાંક બનાવી રહ્યો છે. સરબજોત 2022 એશિયન ગેમ્સ, જે ચીનના હેંગઝોઉમાં યોજાયો હતો. તેમાં ભારતીય શુટિંગ ટીમનો ભાગ હતો. સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલની ભારતીય 10 મીટર પિસ્ટલ ટીમે ચીનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે