અમદાવાદ : વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તા BRTSની 3 બસની ચાવી લઈને ભાગ્યા

ભારત બંધની અસર ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં નહિવત જેવી જોવા મળી. અમદાવાદમાં અનેક સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. પરંતુ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં વિરોધ કરવા પહોંચેલા NSUIના કાર્યકરોએ 3 બીઆરટીએસ બસ રોકીને તેની ચાવી લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ પણ ચાવી લઈ ફરાર થયેલા કાર્યકરોને પકડવા દોડાદોડ કરી મૂકી હતી. 

અમદાવાદ : વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તા BRTSની 3 બસની ચાવી લઈને ભાગ્યા

ઝી મીડિયા/બ્યૂરો :ભારત બંધની અસર ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં નહિવત જેવી જોવા મળી. અમદાવાદમાં અનેક સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. પરંતુ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં વિરોધ કરવા પહોંચેલા NSUIના કાર્યકરોએ 3 બીઆરટીએસ બસ રોકીને તેની ચાવી લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ પણ ચાવી લઈ ફરાર થયેલા કાર્યકરોને પકડવા દોડાદોડ કરી મૂકી હતી. 

ભારત બંધ વચ્ચે અમરેલીમાં પરેશ ધાનાણી અને દિલીપ સંઘાણી વચ્ચે જોવા જેવા દ્રશ્યો સર્જાયા

યુનિવર્સિટી ચાર રસ્તા પાસે આવેલ પાસપોર્ટ ઓફિસ બહાર એનએસયુઆઇ દ્વારા દેખાવો કરાયો હતો. ટાયર સળગાવી વિરોધ કરાયો હતો. ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ બીઆરટીએસના ત્રણ બસની ચાવી લઇને ભાગ્યા હતા.

અમદાવાદમાં સઘન બંદોબસ્ત
ભારત બંધના એલાન સંદર્ભે અમદાવાદ શહેર પોલીસે બંદોબસ્તની વ્યવસ્થા સઘન બાવી છે. 11 dcp, 3 જોઈન્ટ પોલીસ, 70 પીઆઇ,  210 psi, 8000 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યાર સુધી જનજીવન સામાન્ય છે. શહેરભરમાઁથી 40 થી 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. અફવાઓથી ઘેરાઉ નહિ, કંઈ પણ તકલીફ હોય તો પોલીસનો સંપર્ક કરવો. સોશિયલ મીડિયા પર કોઈ એવી પોસ્ટ કરશે તો સાયબર ક્રાઈમનો ગુનો લાગુ પડશે. 

Bharat Bandh : શાંત ગુજરાતમાં કોંગ્રેસનો કાંકરીચાળો, અનેક કાર્યકર્તાઓની અટકાયત, અનેક નજરકેદ

ભારત બંધના એલાનના પગલે ગાંધીનગરના પેથાપુરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ દર્શાવ્યો. પેથાપુર માર્કેટમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. વેપારી એસોસિએશન દ્વારા વેપારીઓને બંધ રાખવાની વિનંતીને વેપારીઓએ અનુસરી હતી અને દુકાનો બંધ રાખી હતી. 

ઈમરાન ખેડાવાલા નજરકેદ, શૈલેષ પરમાર ડિટેઈન
જમાલપુર-ખાડિયાના કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને તેઓના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમના ઘરની બહાર મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો હતો. અમદાવાદમાં ખેડૂતોના ભારત બંધના એલાનને લઈ વિરોધ દર્શાવ્યો હતો. દરિયાપુરમાં કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તમામ કાર્યકર્તાઓ કૃષિ બિલ અંગે થઈ કરી રહ્યા હતા. દરિયાપુર કાઉન્સિલર મોનાબેન પ્રજાપતિ સહિત 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તો દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને એમના ઘરમાંથી ડિટેઈન કરાયા હતા. ગુજરાત કોલેજ બહાર પ્રદર્શન કરી રહેલા અમદાવાદ મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. Amc ના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માને પણ ઘરમાં નજરકેદ કરાયા હતા. હાટકેશ્વર વિસ્તારમાં કેટલાક લોકોએ વિરોધ કરતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ હતી. 

સાણંદમાં વેપારીઓનો સ્વંયભૂ બંધ 
અમદાવાદ જિલ્લાના સાણંદમા પણ વેપારિયો ખેડૂતોના સમર્થનમાં આપ્યું હતું. ખેડૂતોને સમર્થન સાથે સાણંદમા આવેલી તમામ માર્કેટની દુકાનોએ સ્વંય બંધ રાખીને ખેડૂતો સ્પોર્ટ કરતા નજરે પડ્યા હતા. ત્યારે ખેડૂતો સ્પોર્ટ કરતા વેપારીઓ કહ્યું હતું કે, માર્કેટમાં સ્વંયભૂ બંધ પાળીને જગતના તાત ગણાતા ખેડૂતોને સમર્થન કરતા જોવા મળ્યા હતા. સાણંદ બસ સ્ટેશનથી લઈને ઘોડાગાડી સ્ટેશન સુધી સેંકડો દુકાનો આવેલી છે, ત્યારે ફક્ત દવાની દુકાન સિવાય તમામ દુકાનોએ બંધ રાખીને ખેડૂતો જાહેર કરેલા ભારત બંધને સમર્થન કર્યુ હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news