હવે જમીન માપણી માટે સરકારી ઓફીસે નહી ખાવા પડે ધક્કા, સરકારે ઉઠાવ્યું ક્રાંતિકારી પગલું
Trending Photos
અમદાવાદ :ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગનું વધુ એક નક્કર કદમ ઉઠાવ્યું છે. મહેસૂલી સેવામાં વધુ એક જમીન માપણીની સેવા ઓનલાઈન કરાઈ હોવાનું મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. iORA પોર્ટલ પર વિવિધ મહેસૂલી સેવાઓની સાથે જમીન માપણીની અરજી હવે ઓનલાઈન કરી શકાશે.
હદ માપણી, હિસ્સા માપણી અને પૈકી માપણી પ્રકારની માપણી અરજીઓ અરજદાર દુનિયાના કોઇપણ ખુણેથી ઓનલાઇન અરજી કરી શકશે. સિસ્ટમ દ્વારા જ માપણી ફીની ગણતરી તેમજ માપણી ફી ઓનલાઇન ચુકવવાની રહેશે. સરકારી રેકર્ડ જેવા કે ગામ નમુના ૭ તથા ૮/અ જમા કરાવવામાંથી અરજદારને મુક્તિ મળશે. માપણીની કાયવાહી પુર્ણ થયે માપણી શીટ Email દ્વારા અરજદારને મોકલી આપવામા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે સરકાર ઓનલાઇન કામગીરી પર વધારે ભાર આપી રહી છે. કોઇ પણ સરકારી કામ ફેસલેસ પતે તે માટે દરેક વિભાગમાં વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેમાં સૌથી વધારે ભ્રષ્ટ ગણાતા મહેસુલ વિભાગમાં સરકાર આ કામગીરીને ખુબ જ ઝડપથી લાગુ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે