અનોખી પહેલ: દુધાળા પશુઓની સારવાર હવે આયુર્વેદિક પદ્ધતીથી કરાશે, NDDB ની અનોખી પહેલ

સાબરડેરીએ એનડીડીબીના સહયોગથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દૂધાળા પશુઓ માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે

અનોખી પહેલ: દુધાળા પશુઓની સારવાર હવે આયુર્વેદિક પદ્ધતીથી કરાશે, NDDB ની અનોખી પહેલ

શૈલેષ ચૌહાણ/પાલનપુર: સાબરડેરીએ એનડીડીબીના સહયોગથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દૂધાળા પશુઓ માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં એલોપેથીક દવાઓથી પર રહી આયુર્વેદિક દવાથી સારવાર આપવાની શરૂઆત કરી છે. એક તરફ ગુજરાતમાં મોટાભાગે લોકો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે પશુઓની સારવાર માટે એલોપેથીક દવાઓથી પશુઓની સારવાર કરવામાં આવી રહી છે. જેની આડ અસર સીધી દૂધ આપતા પશુઓમાં અને દૂધમાં જોવા મળે છે, ત્યારે સાબરડેરી અને એનડીડીબી ધ્વારા દેશમાં પ્રથમ વખત પશુઓની આયુર્વેદિક સારવાર માટેનો પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં અબોલ પશુઓને ઘર ગથ્થું ઉપચાર થકી નિદાન કરવાનું નક્કી કરાયું છે. પશુઓની ખાસ બીમારી જેવી કે આચળની બીમારી, તાવની બીમારી, ઝાડાની બીમારી, ખરવાસા મોવાસાની બીમારીના નિદાન માટે ઘર ગથ્થું ઉપચાર કરવામાં આવશે. 

જેમાં ઘરમાં રહેલી વસ્તું જેવી કે લસણ, ડુંગરી, કુવારપાઠું, જીરું, અજમો, હલધર, કળીચૂનો, હિંગ, ખસખસ, મરિયા, મીઠો લીમડો, કડવો લીમડો, એલોવેરા, સરગવાના ઝાડના પત્તા જેવા અનેક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી પેસ્ટ બનાવવામાં આવે છે. જેના થકી પશુઓનું નિદાન કરવામાં આવતું હોય છે, ત્યારે આ આર્યુવેદિક ઉપચારના કારણે અબોલ પશુઓમાં એલોપેથીક જેવી આડ અસર જોવા મળતી નથી. ઉપરાંત દૂધની ગુણવત્તામાં પણ વધારો થતો હોય છે, સાથે પશુઓને રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે. સાબરડેરીએ છેલ્લા ચાર માસથી પશુઓની નાની મોટી બીમારીઓના આર્યુવેદિક પદ્ધતિ થી ઉપચાર હાથ ધર્યો છે. તેનું સારું પરિણામ મળ્યા બાદ સાબર ડેરીએ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દૂધળાપશુઓ માટે આયુર્વેદિક દવાઓ બનાવવાનું શરુ કરાયું છે. સાબરડેરીમાં જ પશુઓ માટે આયુર્વેદિક પેસ્ટ બનવી મોટાભાગના પશુઓને આયુર્વેદિક દવાઓથી સારવાર માટે આજથી એનડીડીબીના ચેરમેને આયુર્વેદિક પ્લાન્ટનું લોકાર્પર્ણ કર્યું છે.

ભારતીય સંસ્કૃતિને પર જઈ લોકો એલોપેથીક દવા તરફ વળ્યા હતા. જો કે એલોપેથીક દવાઓના માનવ શરીર સહીત જીવ સૃષ્ટિને લાંબા સમયે આડ અસરો થતી હોવાને લઇ ફરી લોકો પાછા ભારતીય સંસ્કૃતિની આર્યુવેદિક પદ્ધતિ તરફ વળી રહ્યા છે. ત્યારે અબોલ પશુઓને અપાતી એલોપેથીક દવાઓના કારણે તેની આડ અસર પશુઓ રીએક્ટ કરી શકતા ન હતા. જેને લઈને પશુઓમાં નબળાઈ જોવા મળતી હતી સાથે પશુઓની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી હતી. જેને લઈને પશુ પાલકોને દૂધમાં નુકશાની વેઠવી પડતી હતી જેથી સાબરડેરીએ એક સર્વે હાથ ધર્યો હતો સર્વે બાદ પશુઓને આર્યુવેદિક પદ્ધતિથી ઉપચાર કરવાનું નક્કી કરાયું હતું. જેનો આજથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દૂધાળા પશુઓને લાભ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news