BJPના સાંસદે જણાવ્યું Corona Virus ફેલાવવાનું આવું કારણ? જાણો રહી જશો આશ્વર્યચકીત

દુનિયાભરમાં છવાયેલા કોરોના વાયરસ (Corona virus)ના ખતરાનું કારણ ડોક્ટર ભલે ગમે જણાવી રહ્યા હોય પરંતુ ભાજપ (BJP) સાંસદ હંસરાજ હંસ (Hans Raj Hans) કોરોના વાયરસને લઇને કંઇક અલગ જ કારણ રજૂ કર્યું છે.

BJPના સાંસદે જણાવ્યું Corona Virus ફેલાવવાનું આવું કારણ? જાણો રહી જશો આશ્વર્યચકીત

નવી દિલ્હી: દુનિયાભરમાં છવાયેલા કોરોના વાયરસ (Corona virus)ના ખતરાનું કારણ ડોક્ટર ભલે ગમે જણાવી રહ્યા હોય પરંતુ ભાજપ (BJP) સાંસદ હંસરાજ હંસ (Hans Raj Hans) કોરોના વાયરસને લઇને કંઇક અલગ જ કારણ રજૂ કર્યું છે. 

હંસરાજ હંસને જ્યારે કોરોના વાયરસ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 'ભગવાન નારજ થઇ ગયા છે. પ્રેમ ઓછો થઇ ગયો છે એટલા માટે લોકો પર આમ થઇ રહ્યું છે. દવા ખોરાક લો પરંતુ પ્રેમ કરો ત્યારે ભલુ થશે. 

હંસરાજ હંસ ઉપરાંત ઘણા બીજા સાંસદ કોરોના વાયરસને લઇને વિચિત્ર મંતવ્ય રજૂ કરી ચૂક્યા છે. આ પહેલાં કોંગ્રેસ (congress)ના એક સાંસદ તો આ ગંભીર મામલે ગીત ગાવા લાગ્યા. ગુરૂવારે સંસદની બહાર કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હુસૈન દલવઇ (Husain Dalwai)ને કોરોના વાયરસને લઇને Zee Newsના સંવાદદાતાએ સવાલ કર્યો તો તેમણે કહ્યું 'કરો ના પ્યાર હૈ કરો ના પ્યાર હૈ ગીત શરૂ કરી દીધું. ત્યારબાદ તેમણે કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના નિવેદનના વખાણ કર્યા. 

- તો બીજી તરફ વીએસઆઇ કોંગ્રેસના સાંસદ રઘુ રામ કૃષ્ણા રાજૂએ ગુરૂવારે કહ્યું હતું કે 'કોરોના વાયરસનો સામનો કરવા માટે તમામ પ્રકારના જાણકાર કહી રહ્યા હતા કે હાથ મિલાવો પરંતુ હિંદુ અભિવાદનનો સરકારે પ્રચાર કરવો જોઇએ. રાજૂની આ સલાહ પર સંસદમાં હંગામો શરૂ થઇ ગયો. કોંગ્રેસ સાંસદો અને વિપક્ષોએ સંસદમાં હંગામો મચાવ્યો. 

તમને જણાવી દઇએ કે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ગુરૂવારે રાજ્યસભામાં કોરોનો વાયરસને લઇને નિવેદન આપ્યું હતું. હર્ષવર્ધને કહ્યું કે 4 માર્ચ સુધી કુલ 28529 લોકોને સામુદાયિક નજર હેઠળ લાવવામાં આવ્યા છે અને તેમની ઉપર નજર રાખવામાં આવી રહી છે. રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના કુલ 29 કેસ સામે આવ્યા છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે કોઇપણ પ્રકોપથી બચવા માટે પુરતી સંખ્યામાં આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news