અમદાવાદ: અંજલી બ્રિજ પર અચાનક ગુરૂત્વકર્ષણ થયું અલોપ? વાહનો ટપોટપ પડવા લાગ્યા !
શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ઘાટલોડિયા, ચાંદખેડા, બોપલ, નારણપુરા, સરખેજ, મકરબા, સેટેલાઇટ, જોધપુર, મેમનગર, ન્યુ રાણિપ, નવરંગપુરા, સોલા, શિવરંજની, પ્રહલાદનગર અને એસ.જી. હાઇવે પર ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. મોટેરા, ખોખરા, મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઈશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, રખિયાલ, ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.ગાંધીનગર અને કલોલમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ઘાટલોડિયા, ચાંદખેડા, બોપલ, નારણપુરા, સરખેજ, મકરબા, સેટેલાઇટ, જોધપુર, મેમનગર, ન્યુ રાણિપ, નવરંગપુરા, સોલા, શિવરંજની, પ્રહલાદનગર અને એસ.જી. હાઇવે પર ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. મોટેરા, ખોખરા, મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઈશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, રખિયાલ, ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.ગાંધીનગર અને કલોલમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.
દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.બીજી બાજુ પાલડી અંજલિ ઓવર બ્રીજ પર અચાનક વરસાદ વરસતા ૧૫ થી વધુ ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ હતી અબે 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે અચાનક ચાલતી ચાલતી ગાડીઓ જાણે બ્રિજ પરથી ગુરૂત્વાકર્ષણ જ ગાયબ થઇ ગયું હોય તે પ્રકારે લપસવા લાગ્યા હતા. ધડાધડ એક પછી એક દ્વિચક્રિ વાહનો બ્રિજ પર લપસવા લાગ્યા હતા.
સામાન્ય રીતે આવું ત્યારે જ થતું હોય છે જ્યારે રોડ પર ઓઇલ ઢોળાયેલું હોય અને તેના પર પાણી પડે તો તે ખુબ જ ચિંકણું થઇ જતું હોય છે. તેવામાં જો તે રોડ પરથી કોઇ પણ વાહન પસાર થાય તો તે લપસે છે. ફોર વ્હીલ હોય તો આમ તેમ ફંટાઇને અટકી જતું હોય છે. જ્યારે દ્વિચક્રી વાહન હોય તો તેઓ પટકાતા હોય છે. આવા કિસ્સામાં ઘણી વખત માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાનાં કારણે વ્યક્તિનું મોત પણ નિપજતું હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે