બનાસ ડેરી હવે લોકોને ઘર આંગણે બટાકા પહોંચાડશે
Trending Photos
- બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર બટાકા વેચવાનો નિર્ણય કરાયો
- 16 રૂપિયે કિલોના ભાવે ગામની દૂધ મંડળીમાંથી બટાકા ખરીદી શકાશે
અલ્કેશ રાવ/બનાસકાંઠા :સામાન્ય રીતે શાકભાજીના રાજા ગણાતા બટાકા લોકોના રસોડાની રોજિંદી શાકભાજી છે. ગરીબ કે તવંગર દરેકના ભોજનમાં બટાકાનો સમાવિષ્ટ થતો હોય છે. લગભગ દરેક શાકભાજીમાં બટાકા નાંખવામા આવે છે, ત્યારે હવે બનાસ ડેરી (banas dairy) ના માધ્યમથી લોકો ખરીદી શકશે. બનાસ ડેરી હવે લોકોને ઘર આંગણે બટાકા (potato) પહોંચાડશે.
5 કિલોના બટાકાનું પેકિંગ મંડળીમાં મોકલાશે
બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર બટાકા વેચવાનો નિર્ણય કરાયો છે. હવે 16 રૂપિયા કિલોના ભાવથી ઉત્તમ ક્વોલિટીના બટાકા વેચાણમાં મૂકવાનો બનાસ ડેરીએ નિર્ણય લીધો છે. તેથી હવે ગામની દૂધ મંડળીમાંથી પણ બટાકા ખરીદી શકાશે. બનાસ ડેરી દ્વારા પાંચ કિલો ગ્રામની બેગના પેકિંગમાં દૂધ મંડળીઓને બટાકા મોકલવામાં આવશે. જ્યાંથી દૂધ ઉત્પાદકો અને સામાન્ય પ્રજા પણ બટાકા ખરીદી શકશે.
બટાકા ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો અવ્વલ
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા (banaskantha) જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થાય છે. તે જોતા ઉત્પાદકથી ઉત્પાદક સુધી બટાકાને પુનઃ પહોંચાડવામાં બનાસ ડેરીનું મહત્વનું યોગદાન રહેશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બનાસ ડેરી પ્રયત્નશીલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે