અમદાવાદ સૌથી વધુ કોરોનાની ઝપેટમાં, દિલ્હી-મુંબઈ કરતા પણ વધુ મોત

દેશના મહાનગરોમાં કોરોના વાયરસ (Corona virus) સંક્રમણની પરિસ્થિતિ જોઈએ તો મુંબઈ અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત શહેરો છે. પરંતુ અમદવાદ (Ahmedabad) ની સ્થિતિ આ બંને મહાનગરોથી વધુ ખરાબ છે. અમદાવાદમાં રોજ 10 લાખની વસ્તી પર કોરોનાથી મરનારાઓની (corona death) સંખ્યા સૌથી વધુ થઈ છે. આ ઉપરાંત  અમદાવાદમાં કેર ફેટેલિટી રેટ (CFR) પણ સૌથી વધું છે. 
અમદાવાદ સૌથી વધુ કોરોનાની ઝપેટમાં, દિલ્હી-મુંબઈ કરતા પણ વધુ મોત

ઝી મીડિયા/બ્યૂરો :દેશના મહાનગરોમાં કોરોના વાયરસ (Corona virus) સંક્રમણની પરિસ્થિતિ જોઈએ તો મુંબઈ અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત શહેરો છે. પરંતુ અમદવાદ (Ahmedabad) ની સ્થિતિ આ બંને મહાનગરોથી વધુ ખરાબ છે. અમદાવાદમાં રોજ 10 લાખની વસ્તી પર કોરોનાથી મરનારાઓની (corona death) સંખ્યા સૌથી વધુ થઈ છે. આ ઉપરાંત  અમદાવાદમાં કેર ફેટેલિટી રેટ (CFR) પણ સૌથી વધું છે. 

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી કોંગ્રેસ, 8 ધારાસભ્યોના રાજીનામા બાદ મોવડી મંડળ દોડતું થયું

ડરાવી રહ્યાં છે અમદાવાદના મોતના આંકડા
અમદાવાદમાં 953 મોતની સાથે મહાનગરોમાં મુંબઈ બાદ બીજા નંબર પર છે. જોકે, તેની વસ્તી મુંબઈ કે દિલ્હીથી પણ અડધી છે. 50 લાખથી વધુ વસ્તીવાળા દેશના મહાનગરોમાં અમદાવાદમાં કેસ ફેટેલિટી રેટ સૌથી વધુ છે, એટલે કે દર 100 કોરોના દર્દીઓમાંથી સૌથી વધુ મોત અહીં થયા છે. અહીં સીએફઆર 6.9 એટલે કે દર 100 કોરોના દર્દીઓમાં અંદાજે 7ના મોત થઈ રહ્યાં છે. આ ઉપરાંત પ્રતિ 10 લાખની વસ્તી પર મોતના કેસમાં પણ અમદાવાદ તમામ મહાનગરોમાં ઉપર છે. અહીં પ્રતિ 10 લાખની વસ્તી પર કોરોનાના મોતના આંકડા 115 છે. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના 13,678 કેસની પુષ્ટિ થઈ છે. 

રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને બચાવવા જરૂરી બન્યું, આજે રિસોર્ટમાં બેઠક  

મુંબઈથી વધુ મોત
50 લાખથી વધુ વસ્તીવાળા દેશના 9 મહાનગરોમાં આવતા મુંબઈમાં સૌથી વધુ મોત થયા છે. અહીં કોરોના વાયરસના અત્યાર સુધી 1698 લોકોના જીવ ગયા છે. જોકે, પ્રતિ 10 લાખની વસ્તી પર મોતના કેસમાં તે અમદાવાદ બાદ બીજા નંબરે છે. મુંબઈમાં કોવિડ-19 થી પ્રતિ 10 લાખની વસ્તી પર 80 લોકોના જીવ ગયા છે. અહીં કોરોના સંક્રમણની સ્થિતિ ડરાવની છે. અત્યાર સુધી મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણથી 46,080 કેસ સામે આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news