જુનિયર ક્લર્કની પરીક્ષા મુદ્દે મોટા સમાચાર, વડોદરા પોલીસ કમિશ્નરનું આ જાહેરનામું વાંચી લેજો!

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 15 અને કલોલ તાલુકામાં 14 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. દહેગામ તાલુકામાં 10 અને ગાંધીનગર તાલુકામાં 82 કેન્દ્રો પર પરીક્ષા  યોજાશે. 

જુનિયર ક્લર્કની પરીક્ષા મુદ્દે મોટા સમાચાર, વડોદરા પોલીસ કમિશ્નરનું આ જાહેરનામું વાંચી લેજો!

ઝી ન્યૂઝ/વડોદરા: જુનિયર કલાર્કની ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે. હવે તેની તૈયારીઓ પણ તંત્રએ લગભગ પુરી કરી દીધી છે. ત્યારે જુનિયર ક્લર્કની પરીક્ષા મામલે વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે શહેરમાં આવેલા સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ બંધ રાખવા આદેશ કરાયો છે.

જાહેરનામા પ્રમાણે, તારીખ 6 એપ્રિલથી 9 એપ્રિલ સુધી કોચિંગ ક્લાસ બંધ રાખવા આદેશ કરાયો છે. પરીક્ષા દરમિયાન કોચિંગ ક્લાસ થકી ગેરરીતી ન થાય તે માટે આ જાહેરનામું બહાર પાડ્યું છે. વડોદરા શહેરમાં કુલ 115 કેન્દ્રો પર યોજાવવાની પરીક્ષા છે. પરીક્ષા કેન્દ્ર બહાર ચારથી વધુ વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા તંત્ર સાબદુ બન્યું છે.

મકાન પચાવી પાડવાની ખતરનાક ટ્રીક : અજાણી મહિલા બની વૃદ્ધાની સીધી લીટીની વરસદાર
 
જુનિયર ક્લાર્કની પરીક્ષાની વહીવટી તંત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જુનિયર ક્લાર્કની પરિક્ષામાં ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ (ગેરરીતી અટકાવવા બાબત) કાયદો લાગુ થશે. ગાંધીનગર જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ગાંધીનગર જિલ્લામા કુલ 121 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે. 

ગાંધીનગર જિલ્લામાં 37,400 ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. પરીક્ષા માટે 22 ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો સહીત કુલ 550 પોલીસ અધિકારી કર્મચારી ફરજ પર રહેશે. ઉમેદવારોને 12 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્ર તો 12.10 પછી વર્ગ ખંડમાં પ્રવેશ નહી મેળવી શકે. સ્માર્ટ વોચ કે મોબાઈલ જેવી ઈલેક્ટ્રોનિક ચીજો પણ વર્ગખંડમાં લઈ જઈ શકશે નહી. સીસીટીવી વ્યુઈંગ માટે 25 શિક્ષકોની ટીમની રચના કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 15 અને કલોલ તાલુકામાં 14 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. દહેગામ તાલુકામાં 10 અને ગાંધીનગર તાલુકામાં 82 કેન્દ્રો પર પરીક્ષા  યોજાશે. 

ઉલ્લેખનિય છે કે, 1247 બ્લોકમાં 37400 ઉમેદવારો પરીક્ષા આપશે. સીસીટીવી દ્વારા ઓબઝરવેશન માટે કુલ 140 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. આ પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ કરશે તો તેની સામે ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ કાર્યવાહી થશે. ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ 7થી10 વર્ષની જેલ તથા રૂ. 1 કરોડનો દંડ કરવામાં આવશે. પરીક્ષાર્થી ગેરરીતિ આચર્શે તો રૂપિયા 3 લાખનો દંડ અને 1 વર્ષની જેલ અને 2 પરીક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news