ખેડા વાસીઓ માટે રાહતના સમાચાર, જિલ્લામાં આજે નથી નોંધાયો કોરોનાનો એકપણ કેસ

ખેડા જીલ્લામાં (Kheda) કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહેલો જોવા મળી રહ્યો છે. જેને લઈ એક્ટિવ કેસની (Corona Active Case) સંખ્યા પણ ઘટી રહી છે. આજે જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી

ખેડા વાસીઓ માટે રાહતના સમાચાર, જિલ્લામાં આજે નથી નોંધાયો કોરોનાનો એકપણ કેસ

નચિકેત મહેતા/ ખેડા: ખેડા જીલ્લામાં (Kheda) કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહેલો જોવા મળી રહ્યો છે. જેને લઈ એક્ટિવ કેસની (Corona Active Case) સંખ્યા પણ ઘટી રહી છે. આજે જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી તે બહુ મોટી રાહતની વાત છે. કોઈપણ જગ્યાએથી આજે કોરોનાનો (Corona Case) નવો કેસ નોંધાયો નથી જેને લઇને રાહત થવા પામી છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 915 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 147304 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 135995 લોકોના નેગેટિવ અને 10394 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 915 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. જ્યારે આ તમામ વચ્ચે રાહતના સમાચાર એ છે કે એક્ટીવ કેસોની સંખ્યા હાલ માત્ર 36 છે.

સમગ્ર ખેડા જિલ્લામાં રસીકરણ ઝડપી કરવામાં આવતાંની સાથે કોરોના હાંફ્યો છે. જિલ્લામાં આજે 150 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 9,884 લોકોને રસી અપાઈ છે.  આ સાથે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી અત્યાર સુધી 6,98,872 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. લોકો દ્વારા કોરોનાના નિયમનું પાલન નહીં કરવામાં આવે તો ફરી કેસો વધવાની શકયતાઓને નકારી શકાય નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news