બસનું બુકિંગ તાત્કાલિક કરાવી લેજો, બંધ રહેશે બુકિંગની આ એપ્લિકેશન

GSRTC Booking News : ST બસમાં મુસાફરી કરવાના હોવ તો ટિકિટ લઈ લેજો, 8 કલાક બંધ રહેવાનું છે ઓનલાઈન બુકિંગ
 

બસનું બુકિંગ તાત્કાલિક કરાવી લેજો, બંધ રહેશે બુકિંગની આ એપ્લિકેશન

GSRTC Booking Close : જો તમે આજે કે આગામી દિવસોમા એસટી બસથી મુસાફરી કરવાનો હોવ તો ધ્યાન રાખજો. કારણ કે, ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે બુકિંગ બંધ રહેશે. જીએસઆરટીસીની એપ્લિકેશનના મેઈનટેનન્સની કામગીરીને કારણે GSRTC એપ્લિકેશન થોડો સમય બંધ રહેવાની છે. આજે રાતે 11 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી એપ્લિકેશન બંધ રહેશે. તેથી જો તમારે ટિકિટ લેવી હોય તો બસ ડેપો પર જઈને ટિકિટ ખરીદવી પડશે.

ટિકિટ બુકિંગ 8 કલાક સુધી બંધ રહેશે
GSRTC વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે કે, ‘ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નગિમની ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં મેઈનટેનન્સ/અપગ્રેડેશન કાર્યવાહી હાથ ધરવાની હોવાથી આગામી તારીખ 21, ફેબ્રુઆરી 2023 ના રાતે 23.00 કલાકથી તારીખ 22, ફેબ્રુઆરી 2023 સવારે 7 વાગ્યા સુધી www.gsrtc.in વેબસાઈટ/GSRTC મોબાઈલ એપ્લિકેશન, કાઉન્ટર બુકિંગ તથા તમામ ફ્રેન્ચાઈઝી બુકીંગ બંધ રહેશે. જેથી તમામ મુસાફરોએ નોંધ લેવા વિનંતી છે. ઉપરોક્ત સમય દમરિયાન ઓનલાઈન બુકિંગ સેવા બંધ રહેવા બાબતે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. 

આ પણ વાંચો : 

કાઉન્ટર પર ટિકિટ મળશે
જીએસઆરટીસી દ્વારા માત્ર ઓનલાઈન બુકિંગ બંધ કરાયું છે. જોકે, કાઉન્ટર પર ટિકિટ મળી રહેશે. જે તે જિલ્લા-શહેરના એસટી ડેપો પર બસ ટિકિટ મળી રહેશે. માત્ર ઓનલાઈન બુકિંગ જ બંધ રાખવામાં આવનાર છે. કુલ 8 કલાક ટિકિટ બુકિંગ ઓનલાઈન સર્વિસ બંધ રહેવાની છે. જેથી મુસાફરોએ તેની નોંધ લેવી.

ઉલ્લેખનીય છે કે, એસટી ગુજરાતની જીવાદોરી છે. રોજ લાખો મુસાફરો એસટી દ્વારા મુસાફરી કરતા હોય છે. જેમાં વિદ્યાર્થીઓ, અપડાઉન કરનારા લોકો વધુ હોય છે. ત્યારે આ લોકોએ એસટી વિભાગની આ બાબતની ખાસ નોંધ લેવી. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news