રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે કચ્છ,સુરેન્દ્રનગર, જામનગર,અમરેલી અને વલસાડમાં માવઠું
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં લોકો હાલ કોરોના મહામારીથી પરેશાન લોકો માથે કમોસમી વરસાદ પરેશાન કરી રહ્યો છે. વચ્ચે વચ્ચે ધરતીપુત્રો કમોસમી વરસાદના કારણે ચિંતા બમણી કરી દીધી છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ પરેશાન થઇ રહ્યા છે.
આજે જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, વલસાડ અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ઉનાળું પાકનુ વાવેતર કરનારા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. જામનગર તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોરે અચાનક પલટો જોવા મળી રહ્યો છે.
જામનગરમાં બપોરના સમયે અચાનક પલટો જોવા મળ્યો હતો. આકરા તાપ વચ્ચે જામનગર તાલુકાના નાની માટલી અને મતવા સહિતનાં ગામો અને આસપાસનાં વિસ્તારમાં ગજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા લોકોને ગરમીમાં તો રાહત મળી હતી પણ ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગરનાં ચોટીલા અને ઠાંગા વિસ્તારનાં વાતાવરણમાં આજે બપોરે પલટો જોવા મળ્યો હતો. 40 ડિગ્રીના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદ વરસતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. બપોરનાં સમયે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા ઉનાળુ પાકોનું વાવેતર કરનારા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો.
કચ્છનાં અઠવાડીયામાં પહેલા શરૂ થયેલ કમોસમી વરસાદનો સીલસીલો યથાવત્ત છે. પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.તો અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ધારી અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તાર સાવરકુંડલા, હાથસણી અને આસપાસનાં વિસ્તાર અને ખાંભાના અનિડા, ઇંગરોળા સહિતનાં વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે