અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે એવી કોઇ વાત જ નથી: હાર્દિક પટેલ

અમરોલી રાજદ્રોહના કેસમાં બુધવારે હાર્દિક પટેલએ કોર્ટમાં હાજરી પુરાવી હતી. તે દરમિયાન હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, અલ્પેશ ઠાકુર કોંગ્રેસ છોડશે એવી કોઈ વાત નથી. કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય એવી ચર્ચાનો વિષય રાજનેતાઓમાં ચાલી રહીયો છે.
 

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે એવી કોઇ વાત જ નથી: હાર્દિક પટેલ

ચેતન પટેલ/સુરત: અમરોલી રાજદ્રોહના કેસમાં બુધવારે હાર્દિક પટેલએ કોર્ટમાં હાજરી પુરાવી હતી. તે દરમિયાન હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, અલ્પેશ ઠાકુર કોંગ્રેસ છોડશે એવી કોઈ વાત નથી. કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય એવી ચર્ચાનો વિષય રાજનેતાઓમાં ચાલી રહીયો છે.

જ્યારે આજ રોજ અમરોલી રાજદ્રોહના કેસમાં કોર્ટમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પૂછતા તેણે જણાયું હતું કે, અલ્પેશ ઠાકુર કોંગ્રેસ છોડશે એવી કોઈ વાત નથી. કોંગ્રેસ દ્વારા સમજાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. ગત રોજ પાર્ટીના હોદેદારોએ અલ્પેશ જોડે વાત કરી હતી.

PM મોદીનો સીધો આરોપ, ‘સરદાર, મોરારજીભાઇ પછી હવે મને પૂરો કરવાના કોંગ્રેસના પ્રયાસો છે’

વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, હું પણ આજે સાંજે અલ્પેશ ઠાકોરને મળીશ ભાજપ માત્ર કોંગ્રેસના નેતાઓને તોડવાનું કામ કરી રહિયા છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે નહીં તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસની ગુજરાતમાં વધારે સીટો આવવાની હોવાથી ભાજપના લોકો ડરી ગયા છે. એટલે કોંગ્રેસના નેતાઓને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મહત્વનું છે કે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મંગળવારે રાત્રે કોર કમિટીની મિટિંગ મળી હતી. કોર કમિટીએ નિર્ણય લીધો તેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ હોદ્દો પરથી રાજીનામુ આપે તેવું નક્કી કરવામાં આવ્યું છે. માટે અલ્પેશ ઠાકોર આગામી 24 કલાકમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે તેવી અટકળોએ જોર પકડ્યું હતું, 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news