રાજ્ય પોલીસને રેડ ઝોનને કોર્ડન કરીને કડક કાર્યવાહીનો આદેશ: ડીજીપી શિવાનંદ ઝા

લોકડાઉનમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હોવા છતા રાજ્યમાં કોરોના કેસો વધવાની કાબુમાં નથી આવી રહી. અમદાવાદમાં રોજિંદી રીતે ડબલ ડિજીટમાં આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારે તંત્ર સહિત નાગરિકો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આઝના જ દિવસમાં ગાંધીનગરમાંથી 7, ભાવનગરમાં 5, બોટાદમાં 3 અને અમદાવાદનાં બોપલમાં 2 કેસ નોંધાયા છે. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ગુજરાતમાં 4738 કુલ દર્દીઓ થઇ ચુક્યા છે. 236 ના મોત અને 736 લોકો રિકવર થઇ ચુક્યા છે. આ અંગે રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના આધારે રાજ્યનાં તમામ વિસ્તારોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.

રાજ્ય પોલીસને રેડ ઝોનને કોર્ડન કરીને કડક કાર્યવાહીનો આદેશ: ડીજીપી શિવાનંદ ઝા

અમદાવાદ : લોકડાઉનમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હોવા છતા રાજ્યમાં કોરોના કેસો વધવાની કાબુમાં નથી આવી રહી. અમદાવાદમાં રોજિંદી રીતે ડબલ ડિજીટમાં આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારે તંત્ર સહિત નાગરિકો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આઝના જ દિવસમાં ગાંધીનગરમાંથી 7, ભાવનગરમાં 5, બોટાદમાં 3 અને અમદાવાદનાં બોપલમાં 2 કેસ નોંધાયા છે. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ગુજરાતમાં 4738 કુલ દર્દીઓ થઇ ચુક્યા છે. 236 ના મોત અને 736 લોકો રિકવર થઇ ચુક્યા છે. આ અંગે રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના આધારે રાજ્યનાં તમામ વિસ્તારોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.

આ તમામમાં સ્થિતી સુધરે તે માટે પોલીસ સતત લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવી રહી છે. આ માટે રેડ ઝોન વિસ્તારને કોર્ડન કરીને ચુસ્ત લોકડાઉનનું પાલન કરાવવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત જે વિસ્તાર ઓરેન્જ ઝોનમાં છે ત્યાં સંક્રમણ વધે નહી અને તે પણ રેડ ઝોન ન બને તે માટે પણ પોલીસ કડક હાથે કામ લઇ રહી છે. ઓરેન્જ ઝોનમાં પણ જ્યાં સુધી લોકડાઉન ચાલશે ત્યાં સુધી કોઇ છુટછાટ નહી મળે. આવા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે પોલિસ પેટ્રોલિંગ વધારવાના આદેશ અપાયા છે. ગ્રીન ઝોન વિસ્તારોમાં પણ કોઇ સંક્રમિત વ્યક્તિ ન આવે તે માટે પુરતી તકેદારી રખાઇ રહી છે. ગ્રીન ઝોનમાં પણ નિયમિત પોલીસ ચેકિંગ ચાલુ રહેશે.

ગામડાઓમાં જે પ્રકારે લોકડાઉનનુ ચુસ્ત અમલ થયું તે હજી પણ જરૂરી છે. ગામડાઓમાં કોઇ બિનઅધિકૃત વ્યક્તિ ગામમાં ન પ્રવેશે તે જરૂરી છે અને પ્રવેશે તો પોલીસને તુરંત જાણ કરવાની રહેશે. રાજ્યમાં અનેક સ્થળોએ પાસ કે પરમિશન વગર આંતર જિલ્લા અવર જવર કરતા લોકોને પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે. લોકોને અપીલ છે કે આવી બિનઅધિકૃત અવર જવર ન કરે. જરૂરી હોય તો પાસ લઇને જ મુસાફરી કરવી. ધાર્મિક યાત્રાએ, ફરવા અથવા અભ્યાસ માટે ગયેલા લોકોએ વતન પરત ફરવું હોય તો કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી ગાઇડ લાઇન અનુસરવાની રહેશે. 

બીજા રાજ્યોનાં શ્રમીકોને પણ પરત ફરવું હોય તો ધીરજ પુર્વક અને કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન અનુસાર પરત ફરવાનું રહેશે. આવા લોકો માટે સ્થાનિક તંત્ર પાસેથી જરૂરી પાસ પરમિશન લઇને લોકો આંતરરાજ્ય મુસાફરી કરી શકે છે. ગુજરાતમાં અન્ય રાજ્યોનાં વતની હોય તેવા શ્રમીકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે સંબંધિત રાજ્ય સાથે સંકલન કરવા માટે નોડલ અધિકારીઓની નિમણુંક પણ કરવામાં આવી છે. આ અધિકારીઓ કાર્યપદ્ધતી અંગે ચર્ચા કરીને લોકોને પોતાના વતન પરત ફરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. પહેલા તબક્કામાં જે લોકો શેલ્ટર હોમમાં છે તેમને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરાઇ રહી છે. ત્યાર બાદ બીજી વ્યવસ્થા તબક્કાવાર કરવામાં આવશે. શ્રમીકોને લઇ જવા માટે ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કે તે અગાઉ તેમની મેડિકલ તપાસ થશે. જો કોઇ શંકાસ્પદ લક્ષણ દેખાશે તો તેમને મોકલવામાં આવશે નહી.

રાજ્યમાં આંતરિક હેરફેર કરનારા લોકોને અટકાવવામાં આવશે. પાસ ન હોય તો આંતરરાજ્ય મુસાફરી પ્રતિબંધિત છે. તબલિકી જમાતનાં એક વ્યક્તિ દ્વારા લોકડાઉનના ભંગનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. વલસાડનાં ત્રણ લોકો કર્ણાટક ગયા હતા. જે ગઇ કાલે અલગ અલગ વાહનો દ્વારા વલસાડ પરત ફરતા ભિલાડ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. શુરા જમાતનાં લોકો સામે અત્યાર સુધીમાં કુલ 22 ગુના નોંધાયા છે. ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં ગઇ કાલે 7924 વાહનો મુક્ત કરવામાં આવેલા છે. હાલ સુધીમાં કુલ 156942 વાહનો મુક્ત કરવામાં આવ્યા છે. સોસાયટીનાં સીસીટીવીનાં આધારે કુલ 20 ગુના દાખલ થયા છે અને 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યમાં આવા 460 ગુના નોંધવામાં આવ્યા છે. લોકડાઉન ચાલુ છે ત્યારે પોલીસ દ્વારા ડ્રોન, સીસીટીવી સહિતના સાધન સાથે નજર રખાઇ રહી છે અને કાર્યવાહી થઇ રહી છે. ગઇ કાલે ડ્રોનની મદદધી 295 ગુના દાખલ થયા છે. આજ સુધીમાં કુલ 10686 કુલ ગુના દાખલ થયા છે અને 20446 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફુટેજના આધારે ગઇ કાલે કુલ 119 ગુના દાખલ કરીને 137 લોકોની અટકાયત કરવામાં આવી છે. અત્યારમાં 2238 કુલ ગુના નોંધાયા છે જેના હેઠળ 3300 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. સોશિયલ મોનિટરિંગના આધારે ખોટી માહિતી કે અફવાના આધારે કુલ 23 ગુના દાખલ થયા છે. અત્યાર સુધીમાં કુલ 608 ગુનામાં 1282 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

19 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે. અથ્યાર સુધીમાં 552 એકાઉન્ટ બંધ કરાયા છે. એએનપીઆરના એનાલિસિસથી 62 ગુના અને અત્યાર સુધીમાં કુલ 892 ગુના દાખલ થયા છે. વીડિયો ગ્રાફરના શુટિંગનાં આધારે ગઇ કાલે 216 ગુના અને આજ સુધીમાં 1902 ગુના દાખલ કરવામાં આવ્યા છે. પ્રહરી જેવા ખાસ વાહન દ્વારા ગઇ કાલ 81 અને આજ સુધીમાં કુલ 636 ગુના દાખલ કરવામાં આવેલા છે. ગઇ કાલ થી અત્યાર સુધીનાં ગુનાની વિગત આપતા રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે,

જાહેરનામા ભંગ2568
ક્વોરન્ટાઇન કરાયેલ શખ્સ દ્વારા કાયદો ભંગ 1030
અન્ય ગુનાઓ 592
કુલ ગુનાઓ 4190
અત્યાર સુધીનાં કુલ ગુના 119629
આરોપી અટક કરેલા 5217
જપ્ત વાહનો 8025

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news